આજે દેશભરમાં બકરી ઇદની ઉજવણી, શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

દેશમાં આજે બકરી ઈદના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે હેઠળ દિલ્હીના જામા મસ્જિદમાં લોકોએ સવારે નમાજ અદા કરી છે. આ સાથે જ મુંબઈની હામિદિયા મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી રહી છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થઈ ગયા છે. કલમ 144 હટ્યા બાદ લોકોએ બજારો તરફ દોટ મૂકી છે.

Trending news