‘મહા’ વાવાઝોડાની અસર: ખેડૂતોની સાથે માછીમોરને પણ નુકસાન

રાજ્યમાં આ વખતે પ્રથમ વાયુ ત્યારબાદ ક્યાર અને હવે જે રીતે મહા નામનુ વાવાઝાડની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે તેને લઈને ખેડૂતોની સાથે માછીમાર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટથી માછીમારી સિઝનની શરુઆત થાય છે પરંતુ આ વખતે થોડા સમયથી અંદર જ જે રીતે સતત વાવાઝાડા અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તેના કારણે માછીમારોને અધવચ્ચે માછીમારી છોડીને પરત બંદરે ફરુ પડી રહ્યુ છે. મોંઘા ડીઝલનો વપરાશ કરીને માછીમારો દરિયામાં જતા હોય છે ત્યારે ફિશીંગ પુરી થાય તે પેહલા જ પરત ફરવાથી ડીઝલ બરબાર પૈસા પણ માછીમારોને નહી મળતા હોવાથી મોટુ નુકસાન માછીમારોને સહન કરવાનો વારો આવ્યો છે.આજે પોરબંદરના બંદર હજારોની સંખ્યામાં બોટોનો ખડકલો થયેલો જોવા મળી રહ્યો છે તો હજુ મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા માછીમારોને બોટ સાથે પરત બંદર પર ફરી જવા સુચન કરવામાં આવતા બાકી રહેલ બોટો પણ પરત ફરતી જોવા મળી રહી છે.

Trending news