અમિત શાહના આવવાથી કોઈ ફેરફાર નહિ પડે : સી.જે. ચાવડા
ગાંધીનગર લોકસભા પર અમિત શાહ સામે સી.જે ચાવડાની ટક્કર થવાની શક્યતા છે. કોગ્રેસ વતી ગાંધીનગર બેઠક માટે સીજે ચાવડા નામની જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા સીજે ચાવડા આવતાં જંગ એક તરફી થશે. ૧૯૮૯થી ગાંધીનગર બેઠક ભાજપાનો અજેય ગઢ ગણાય છે, ત્યારે સી જે ચાવડા માટે ગાંધીનગર બેઠક લોઢાના ચણા ચાવવા સમાન છે. ત્યારે આ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસવતી હું જ લડીશ. અમિત શાહના આવવાથી કોઈ ફેરફાર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની આજે ગુજરાતની કફોડી હાલત છે. આવનાર દિવસોમાં મત વિસ્તારમાં કોંગ્રેસના વિચારો ને પહોંચાડી રહ્યા છીએ. રાત્રિ સભાઓની શરૂઆત કરી છે. શક્તિ પ્રોજેકટ હેઠળ તમામ કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે.