અમદાવાદ: સાબરમતી જેલમાં સુરક્ષામાં ઘોર બેદરકારી, જેલ કર્મીઓની સંડોવણી

અમદાવાદની સાબરમતી જેલની અંદર સુરક્ષામાં બેદરકારી બહાર આવી. બેદરકારીમાં જેલ કર્મીઓની સંડોવણી પોલીસ ચોપડે નોંધાઈ. 24 જાન્યુઆરીએ જૂની જેલના બડાચક્કર પાસેથી કેદીની અંગ ઝડતી કરતા કેદી પાસેથી 20 પેકેટ તંબાકુ અને 02 લાઇટર મળી આવ્યા. જૂની સાબરમતી જેલના જેલ સહાયકે તમાકુના 20 પેકેટ અને 02 લાઇટર આરોપીઓને આપ્યા હોવાનું ઝડતી સ્ક્વોડની તપાસમાં સામે આવ્યું.

Trending news