ગુજરાતના મતદારો વિશેની રસપ્રદ વિગતો
ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યારે દાહોદ, છોટા ઉદેબુર, બારડોલી અને વલસાડની ચાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે. આ સિવાયની બેઠકો જનરલ કેટેગરીની છે. આ સંજોગોમાં જાણી લો ગુજરાતના મતદારો વિશેની રસપ્રદ વિગતો...