સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન

'મહા' વાવાઝોડુ ગુજરાતમાં ભલે સમુદ્રના તટ પર નહી ટકરાયું હોય પણ તેની અસરે ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે. વાવાઝોડા ની અસરે સુરત જિલ્લાના ડાંગર ના પાક ને ખૂબ મોટુ નુકસાન કર્યું છે. ખેડૂત સમાજે માંગ કરી છે કે સતત ગુજરાતમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાની અસર ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો એ પાકને જે નુકશાન થયુ છે તેના કારણે રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ને યોગ્ય વળતર આપે એવી માંગ કરી છે.

Trending news