Video : એર સ્ટ્રાઈક બાદ સૌથી પહેલા કડડભૂસ થયું પાકિસ્તાની શેર બજાર

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના શેર માર્કેટમાં હાહાકાર મચ્યો છે. ભારતીય વાયુ સેના તરફથી મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)-100 ઈન્ડેક્સ 785.12 અંક ઘટીને 38,821.67ના સ્તર પર પહોંચી ગયું હતું. બુધવારે સવારથી જ કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ચાલુ થયો હતો. બુધવારે બપોરે અંદાજે 12.30 કલાકે કેએસઈ-100 1135 અંક ઘટીને 37,686.60ના સ્તર પર વેપાર કરતું જોવા મળ્યું હતું.

Trending news