કડકડતી નોટો લેવા માટે બેંકની બહાર લાંબી લાઈનમાં ઉભા રહ્યાં અમદાવાદીઓ...

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે આ સીઝનમાં કડકડતી નોટોની ભારે ડિમાન્ડ રહે છે. ત્યારે નવી કડકડતી નોટો માટે અમદાવાદની આરબીઆઈ બેંકોની બહાર આજે સવારે લાંબી લાઈન જોવા મળી હતી. તો સાથે જ દલાલો પણ કમિશન લઈને કડકડતી નોટો આપી રહેલા જોવા મળ્યા. વૈશાખ મહિનામાં લગ્નની સીઝન આવતી હોવાથી બેંકની બહાર લોકોનો ધસારો જોવા મળ્યો. દલાલો તગડું કમિશન લઈને લોકોને નવી કડકડતી નોટ આપતા જોવા મળ્યા.

Trending news