જુનાગઢ મગફળી કાંડમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, જવાબદારો સામે પગલા લઈશું
જુનાગઢમાં મગફળી કૌભાંડ મામલે આખરે 156 ગુણીઓને પુરવઠા નિગમના ગોડાઉનમાં સિલ કરવામાં આવી છે. ખેડૂત હિતરક્ષક સમિતિ અને અધિકારીઓની હાજરી સીલ કરવાનું કામગીરી કરાઈ હતી. હવે માર્કેટ યાર્ડમાં પડેલી ગૂણીઓની પણ તપાસ કરવા ખેડૂતોએ માગ કરી છે. આ ઉપરાંત મગફળી કેન્દ્રના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. જેમાં 5 જેટલા કૌભાંડીઓ કેદ થયા છે. CCTV કેમેરા ઉપર ખાલી કોથળા નાંખીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. જેને આધારે આજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.