આ કારણે 64 વર્ષમાં પહેલી વાર સોમનાથનો કાર્તિકી મેળો થયો રદ્દ
મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત દરિયા કિનારાના પ્રવાસન સ્થળો પરથી પણ નાગરિકો પરત ફરી રહ્યા છે. વિવિધ આયોજનો પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. મહાને કારણે દરિયાકાંઠે યોજાતા મેળાઓ પૈકી આ બીજો મેળો રદ્દ થયો છે. અગાઉ માધોપુરનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો.