યૂએનમાં પીએમ મોદીના સંબોધન પહેલા ઝી 24 કલાકની ખાસ ચર્ચા
કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ગિન્નાયેલા પાકિસ્તાનનાં પ્રોપેગેન્ડાને હવે ભારત વિશ્વનાં સૌથી મોટા મંચ પર ઉઘાડુ પાડવાની તૈયારીમાં છે. વડાપ્રધાન મોદી હવે થોડા જ સમયમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ભાષણ આપશે. જ્યાં તેમનાં એજન્ડામાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને આતંકવાદનો મુદ્દો હોઇ શકે છે. બીજી વખત સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીનું સંયુક્ત રાષ્ટ્રમાં અહીં પહેલું ભાષણ હશે. વૈશ્વિક સંસ્થાની 74મી સામાન્ય સભામાં વડાપ્રધાન મોદીના ભાષણ પર ભારત અને પાકિસ્તાન જ નહી પરંતુ સમગ્ર વિશ્વનાં રાજનીતિક અને રણનીતિક વિશ્લેષણો પર નજર ટકેલી છે.