નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો આખી Geography
નેપાળની સરહદ નજીક તિબ્બતના પહાડી વિસ્તાર શિજાંગમાં મંગળવારે સવારે એક કલાકની અંદર 6 જેટલા ભૂકંપ આવ્યા. જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂંકપ પણ સામેલ હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ભૂકંપના કારણે તિબ્બતમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. લગભગ 53 લોકોના જીવ ગયા છે. ભૂકંપે તિબ્બતના શિગાત્સે શહેરમાં ભારે તબાહી મચાવી છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.
Trending Photos
નેપાળની રાજધાની કાઠમંડુમાં મંગળવારે સવારે ધરા ધ્રુજી જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની માપવામાં આવી. દેશની ભૂકંપ નિગરાણી એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના ઝટકા સવારે 6.50 વાગે મહેસૂસ થયા. જેનું કેન્દ્ર બિંદુ નેપાળ-તિબત બોર્ડર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ચીનના ડિંગીમાં પણ ભારે ભૂકંપનો દાવો થઈ રહ્યો છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ 53 લોકોના મોત થયા છે.
નેપાળમાં તેજ ઝટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરોમાથી બહાર નીકળી ગયા હતા જો કે ભૂકંપના કારણે ત્યાં શું જાનહાનિ થઈ તેનો આંકડો હજુ સામે આવ્યો નથી. અહીં અમે તમને જણાવીશું કે આખરે નેપાળમાં એવું તે શું છે કે વારંવાર તબાહીવાળા ભૂકંપ આવે છે. ચાલો જાણીએ.
નેપાળ હિમાલય પર્વત શ્રૃંખલાની વચ્ચે આવેલું છે. જે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના સંધિ ક્ષેત્ર (plate boundary)પર છે. ભારતીય પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આ અથડામણથી ભારે તણાવ પેદા થાય છે. જે સમયાંતરે ભૂકંપ તરીકે ઊભરી આવે છે. આ પ્રક્રિયા લાખો વર્ષોથી થઈ રહી છે. જેના કારણે હિમાલયનું પણ નિર્માણ થયું.
જ્યારે ટેક્ટોનિક પ્લેટો પરસ્પર અથડાય છે ત્યારે તેમની ઝડપ ખોરવાય છે અને તેમાં તણાવ ભેગો થાય છે. આ તણાવ અચાનક તૂટીને ઉર્જા સ્વરૂપે બહાર આવે છે જે ભૂકંપનું કારણ બને છે. નેપાળ આ પ્રકારની ઉર્જા મુક્ત થનારા 'સક્રિય ભૂકંપીય ક્ષેત્ર'માં આવે છે. જેના કારણે તેણે વારંવાર વિનાશકારી હાલતનો સામનો કરવો પડે છે.
હિમાલયની ભૌગોલિક નબળાઈઓ
હિમાલય પર્વત એક યુવા પર્વત છે જે ભૂવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખુબ અસ્થિર છે. એવું કહેવાય છે કે અહીંના પથ્થરો પણ ખુબ નબળા છે જે ભૂકંપની અસરને વધુ વધારે છે. આ ઉપરાંત જમીનનું કપાવું અને વરસાદના કારણે જમીન ધસવા લાગે છે જે ઘટનાને વધુ ગંભીર બનાવે છે.
2015નો વિનાશકારી ભૂકંપ
આ અગાઉ નેપાળમાં 2015માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 7.8 હતી. એપ્રિલ 2015માં આવેલા આ ભૂકંપે લગભગ 9000 લોકોના જીવ લીધા હતા અને 22 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત 8 લાખથી વધુ ઘરો અને શાળાઓની ઈમારતોને નુકસાન થયું હતું.
1988નો ભૂકંપ
આ અગાઉ 21 ઓગસ્ટ 1988ના રોજ પણ નેપાળમા ધરતી ધ્રુજી હતી. જો કે તીવ્રતા થોડી ઓછી હતી. 6.9ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં 700થી વધુ લોકો માર્યા ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
1934નો ભૂકંપ
થોડા આગળ જાઓ તો 1934માં પણ નેપાળની અંદર સૌથી ઘાતક 8 ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. જેની બિહારમાં અસર જોવા મળી હતી. આ ભૂકંપ ઈતિહાસના સૌથી ભયાનક ભૂકંપમાં ગણાય છે. 15 જાન્યુઆરી 1934ના રોજ આવેલા આ ભૂકંપમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. આ ભૂકંપ બાદ મહાત્મા ગાંધીએ પણ બિહારની મુલાકાત લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે