રાજ્યોની આરટીઓ કચેરી બહાર લોકોની લાંબી લાઇનો, જુઓ લોકોને કેવી રીતે પડે છે હાલાકી

રાજ્ય સરકાર દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જનજાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમો નું પાલન કરે તે ઉદ્દેશ થી નવા નિયમો અમલ માં મુક્યાં છે. ત્યારે લોકો વહેલી સવારે 4 વાગ્યા થી આરટીઓ કચેરી ની બહાર લાંબી કતાર માં જોવા મળ્યા હતા. નવા લાયસન્સ, લાયસન્સ રિન્યુઅલ તથા આરસી બુક માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. સુરત આરટીઓ દ્વારા ફક્ત 120 જ ટોકન આપવામાં આવે છે બાકી ના લોકોને ઘરે પરત મોકલી આપવામાં આવે છે. લોકોએ પોતાનો નોકરી ધંધો છોડી ફરી બીજે દિવસે લાઈન માં ઉભી રહેવાની નોબત આવે છે. લોકોમાં આરટીઓ અને રાજ્ય સરકાર સામે રોષ ની લાગણી જોવા મળી રહી છે. હાલ પૂરતું આરટીઓ એ 120 ની જગ્યાા પર 200 ટોકન આપવાંનું શરુ કર્યું છે.

Trending news