દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે હિટવેવની અસર
આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે ચામડી બાળતી ગરમી પડી રહી છે. ચાર દિવસથી પડી રહેલા કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. પણ આ તો હજી શરૂઆત છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે, આગામી બે દિવસોમાં હજી ભીષણ ગરમી પડશે.