વડોદરા દૂષિત પાણી વિતરણ મામલો: 10 માંથી 4 ટાંકીનું પાણી નથી પીવા લાયક
વડોદરા દૂષિત પાણી વિતરણ મામલો: પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ચાર ટાંકીઓનું પાણી હજી પીવા લાયક નથી.દૂષિત પાણીના મુદ્દે આ વિસ્તારની 10 ટાંકીના પાણીના સેમ્પલ પૃથ્થકરણ માટે લેવાયા હતા..લીધેલ સેમ્પલના રિપોર્ટમાં પાંચ ટકા કરતાં વધુ ટરબીડિટી સામે આવી છે. નિમેટા ખાતેના પ્લાન્ટમાં ફિલ્ટરેશન કર્યા બાદ પણ પાણીમાં ટરબીડિટી જોવા મળી છે. પાલિકાની બેદરકારીને લીધે હજી વધુ દિવસ સુધી નાગરિકોએ વેચાતું પીવાનું પાણી જ પીવું પડશે.