શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓ પરેશાન
એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.