જ્યાર સ્મૃતિ ઇરાનીએ ખરીદી આ વસ્તુ, ત્યારે દુકાનદારને કહ્યું- પ્લીઝ... જુઓ Video

કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ તેમજ કપડા મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) બે દિવસીય પ્રવાસ પર બુધવારે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચી છે. તે દરમિયાન તેમણે ગૌરીગંજમાં તેમના આવાસની સામે સ્થિતિ પાનની દુકાન પર પહોંચી ચોક્લેટ તેમજ ચિપ્સનું પેકેટ ખરીદ્યું હતું. તે દરમિયાન તેમણે દુકાનદાર સાથે વાતચીત કરી તેના હાલચાલ પૂછ્યા અને પોલીથીનનો પ્રયોગ ન કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ મંત્રીએ શહેરના સગરા તાલ પહોંચી ત્યાં નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે લોકોની સમસ્યાઓ સાંભળી. તે દરમિયાન તેમની સાથે પ્રદેશના એડિશનલ ચીફ હેડ સચિવ ગૃહ અવનીશ અવસ્થી પણ હાજર રહ્યાં હતા.

Trending news