રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્ય(Gujarat) માં બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.