બીજા દિવસે પણ જોવા મળી વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર, તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં ગઈકાલથી પલટો નોંધાયો છે. ત્યારે આજે પણ આ સ્થિતિ યથાવત જેવી જ છે. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે.