OMG! આલીશાન મહેલ જેવું 354 કરોડનું ઘર માત્ર 1000 રૂપિયામાં? જાણો કેવી રીતે
યુકેના એક પોશ વિસ્તારમાં રેસકોર્સથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલા 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 354 કરોડ રૂપિયાના મેગા મેન્શન કે જે સામાન્ય લોકોની પહોંચ બહારનું કહેવાય તે માત્ર એક હજાર રૂપિયામાં લોકોને વેચાતું મળી શકે છે.
Trending Photos
લંડન: યુકેના એક પોશ વિસ્તારમાં રેસકોર્સથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલા 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 354 કરોડ રૂપિયાના મેગા મેન્શન કે જે સામાન્ય લોકોની પહોંચ બહારનું કહેવાય તે માત્ર એક હજાર રૂપિયામાં લોકોને વેચાતું મળી શકે છે. વાત જાણે એમ છે કે શહેરમાં નેક કામના હેતુસર ચેરિટી માટે એક આયોજન થઈ રહ્યું છે. આથી તેના લકી ડ્રોની ટિકિટ 10 પાઉન્ડ સ્ટર્લિંગ એટલે કે આજની તારીખમાં ફક્ત 1012 રૂપિયા રાખવામાં આવી છે.
મેગા મેન્શનની ખાસિયત
આ પ્રોપર્ટીની વાત કરીએ તો પાંચ બેડરૂમવાળા આ મેન્શનનો ગાર્ડન અને તેનું ઈન્ટિરિયર જબરદસ્ત છે. લક્ઝરી ફિનિશિંગવાળી આ ઈમારતની અંદર જવાની કોઈને મંજૂરી નથી. તેના લાઉન્જમાં દાખલ થતા જ તમને વીઆઈપી જેવી ફિલિંગ આવશે. આ શાનદાર ઘર એસ્કોટ રેસકોર્સથી માત્ર 10 મિનિટના અંતરે છે. અહીં મોટા મોટા પિલરવાળું પ્રવેશદ્વાર છે. જે વિઝિટર્સને એક સપનાની દુનિયામાં લઈ જાય છે. આ ઘરમાં ચાર મોટા આલિશાન રૂમ, એક લિફ્ટ અને ત્રણ ગેરેજ પણ છે.
નેક કામમાં થશે ઉપયોગ
આ અભિયાન હેઠળ ઓમેઝ (Omaze)ફાઉન્ડેશનને એક લાખ પાઉન્ડ ચેરિટીમાં આપવામાં આવશે. ડ્રોની ટિકિટ 10 પાઉન્ડથી શરૂ થાય છે. આ વખતે યુકેના કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને પણ મદદ કરવામાં આવશે. મુહિમ સાથે જોડાયેલી સેલેબ્રિટી, આયરિશ સિંગર કોનન કીટિંગે પોતાના વીડિયો ઈન્ટરવ્યૂમાં તેને સપનાનું ઘર ગણાવતા કહ્યું કે આ અવિશ્વસનીય છે. શું અદભૂત જગ્યા છે. હું ત્યાં જવા માટે પોતાના ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યો છું.
જૂના સાથીઓ સાથે સંપર્કમાં છે સિંગર
સેલિબ્રિટી સિંગરે એવો પણ ખુલાસો કર્યો કે આ તેમનો એક આગામી પ્રવાસ છે. તેઓ હજુ પણ પોતાના બોયઝોન બેન્ડમેટ્સ(Boyzone bandmates) સાથે વોટ્સએપ ગ્રુપની ચેટ દ્વારા સંપર્કમાં છે. પરંતુ તેઓ તેમની સાથે રિયુનિયન કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે અમે કેન્સરથી પ્રભાવિત લોકો માટે અમારું મહત્વપૂર્ણ કામ ચાલુ રાખવા માટે જેટલું શક્ય હોય તેટલા પૈસા ભેગા થવાની આશા રાખીએ છીએ.
આ રીતે ખુલશે લોકોનું ભાગ્ય
મિરરમાં પ્રકાશિત ખબર મુજબ બ્રિટનમાં આવો આ પાંચમો મિલિયન પાઉન્ડ ડ્રો છે. તેના પહેલા સત્રમાં ઈયાન ગેરિક નામના વ્યક્તિએ Cheadle Hulme માં 10 કરોડનું ઘર ખરીદ્યું હતું. આ અભિયાનમાં કેન્સર ટ્રસ્ટને કરોડો રૂપિયાની મદદ કરાઈ હતી. તેના બીજા ડ્રોમાં એક હાઉસ વાઈફ મર્લિન પ્રેટે લંડનમાં 30 કરોડનું શાનદાર ઘર જીત્યું તો બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 10 કરોડ રૂપિયા ભેગા કરાયા હતા.
આ વખતે પણ લોકો મોટા પાયે આ આયોજન દ્વારા પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે. ત્રીજા લકી ડ્રોમાં આઈટી કન્સલ્ટન્ટ ડેરેન વર્ડને 25 કરોડ રૂપિયાની પ્રોપર્ટી મેળવી હતી. ત્યારે ધ પ્રન્સ ટ્રસ્ટને કરોડો રૂપિયાની ચેરિટી કરાઈ હતી. હાલ ચોથા અને પાંચમા ઓમેઝ મિલિયન પાઉન્ડ હાઉસ ડ્રો માટે ઓનલાઈન એન્ટ્રી હજુ પણ ચાલી રહી છે. અસ્કોટ સ્થિત આ 354 કરોડ રૂપિયાના ઘરમાં પ્રવેશ માટે એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2022 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે