6 મહિનાની નોકરી, 1 કરોડ પગાર, 2 વર્ષની જોબ સિક્યોરિટી... છતાં પણ કોઈને નથી કરવી આ Job

Highly Paid Job:ડ્રીમ જોબ કહી શકાય તેવી નોકરી ઉપલબ્ધ છે. જેમાં કર્મચારીને કામ ઓછું કરવાનું છે અને પગાર એક કરોડ રૂપિયા છે. સાથે જ કંપની કર્મચારીને બે વર્ષની જોબ સિક્યોરિટી આપે છે....

6 મહિનાની નોકરી, 1 કરોડ પગાર, 2 વર્ષની જોબ સિક્યોરિટી... છતાં પણ કોઈને નથી કરવી આ Job

Highly Paid Job: આજના સમયમાં નોકરી માટે યુવાનો દેશ પણ છોડીને વિદેશ જતા રહે છે. ખાસ કરીને જો નોકરીમાં સારું પગાર મળતો હોય તો વ્યક્તિ સાત સમુંદર પાર પણ કરી જાય છે. પરંતુ તેમ છતાં એક એવી નોકરી પણ છે જેમાં કરોડો રૂપિયાનો પગાર મળે છે જોબ સિક્યોરિટી પણ મળે છે છતાં પણ આ નોકરી માટે કોઈ અપ્લાય કરવા તૈયાર નથી. 

દરેક વ્યક્તિ સારી નોકરી મેળવવા પ્રયત્ન કરે છે જેમાં સારો પગાર હોય અને ઓફર પણ સારી હોય. આવી જ ડ્રીમ જોબ કહી શકાય તેવી નોકરી ઉપલબ્ધ છે. જેમાં કર્મચારીને કામ ઓછું કરવાનું છે અને પગાર એક કરોડ રૂપિયા છે. સાથે જ કંપની કર્મચારીને બે વર્ષની જોબ સિક્યોરિટી આપે છે. કોઈપણ વ્યક્તિ માટે આટલી વસ્તુ ડ્રીમ જોબ માટે પરફેક્ટ કહેવાય. પરંતુ આ નોકરીમાં આટલું બધું મળે છે છતાં પણ કોઈ આ નોકરી લેવા તૈયાર નથી. 

આ પણ વાંચો:

આ નોકરી કોસ્ટ ઓફ એબરડીનમાં આપવામાં આવી રહી છે. નોર્થ સી નજીક નોકરી કરવા જવાનું છે અને તેમાં એક સાથે છ મહિના નોકરી કરવાની છે. આ નોકરીમાં એક અઠવાડિયાની સિક લીવ પણ આપવામાં આવે છે. સાથે જ એક દિવસમાં શિફ્ટ 12 કલાકની હોય છે. તેના માટે દિવસના 36 હજાર રૂપિયાથી પણ વધારે પગાર આપવામાં આવે છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિએ અહીં બે વર્ષ સુધી નોકરી કરી અને છ છ મહિનાની બે શિફ્ટ તેણે પૂરી કરી લીધી તો તેને અંદાજે એક કરોડ રૂપિયા સુધીનો પગાર મળે છે. 

સ્કોટલેન્ડમાં આવેલી આ સાઇટ ઉપર મેકેનિકલ કામ કરવાનું હોય છે. જેમાં સમુદ્રમાંથી ગેસ અને તેલનું ખનન કરવામાં આવે છે. નોકરી કરવા માટે અલગ અલગ તારીખ અને ટ્રીપ પણ ઉપલબ્ધ છે જે નોકરી માટે ઓફર કરનાર વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે નક્કી કરી શકે છે. સાથે જ નોકરી કરનાર વ્યક્તિ ક્યારે અને કેટલું કામ કરશે તે પણ તેમણે નક્કી કરવાનું હોય છે. આ નોકરી માટે જે પણ વ્યક્તિ તૈયાર થાય છે તેને સર્ટિફાઇડ સેફટી અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ નોકરી પસંદ કરે છે તેને છ મહિના સુધી સ્કોટલેન્ડની રીગમાં જ રહેવાનું હોય છે. આજ કારણ છે કે આ પોસ્ટ માટે ઘણા સમયથી ઓફર મુકવામાં આવી છે છતાં પણ કોઈ વ્યક્તિ નોકરી કરવા તૈયાર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news