Indian Army માં શરુ થશે અગ્નિવીર ભરતી, જાણો યોગ્યતા અને જરુરી વિગતો

Agniveer Bharti 2023: ઇન્ડિયન આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે અગ્નિવર ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર 16 ફેબ્રુઆરી 2023 થી યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે. 

Indian Army માં શરુ થશે અગ્નિવીર ભરતી, જાણો યોગ્યતા અને જરુરી વિગતો

Agniveer Bharti 2023: ઇન્ડિયન આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે અગ્નિવર ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર 16 ફેબ્રુઆરી 2023 થી યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન સહિતના પદ ઉપર ભરતી કરવામાં આવશે. આ પદ માટે અરજી ઇન્ડિયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને કરી શકાશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 માર્ચ રાખવામાં આવી છે.

આ પણ વાંચો:

ઇન્ડિયન આર્મીમાં અગ્નિ વીર પદ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટ તેમજ મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. લેખિત પરીક્ષાનું આયોજન 17 એપ્રિલ 2023 ના રોજ કરવામાં આવ્યું છે. 

અગ્નિવીર તરીકે ઉમેદવારોની પસંદગી ચાર વર્ષ માટે કરવામાં આવશે.  ચાર વર્ષ પછી 75% સૈનિકોને ઘરે પરત મોકલી દેવામાં આવશે અને તેમાંથી 25% સૈનિકોને સેનામાં સ્થાયી જવાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. 

આ પદ માટે 17 વર્ષથી 21 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. અગ્નિવીર પદના આવેદન માટે ઉમેદવારોએ અરજી કરવા માટે 250 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news