Afghanistan Blast: અફઘાનિસ્તાનના ઐબકમાં નમાજ બાદ મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ

Afghanistan News: અફઘાનિસ્તાનના ઐબક શહેરમાં જહદિયા મદરેસામાં બપોરની નમાજ બાદ થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. 

Afghanistan Blast: અફઘાનિસ્તાનના ઐબકમાં નમાજ બાદ મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ

કાબુલઃ Blast in Afghanistan: અફઘાનિસ્તાનના સમાંગનમાં એક ધાર્મિક સ્કૂલમાં બુધવારે ધમાકો થયો, જેમાં 15 લોકોના મોતના સમાચાર છે. સ્થાનીક સમાચાર પ્રમાણે સમાંગનના એબક શહેરમાં જહદિયા મદરેસામાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

નમાજ દરમિયાન થયો ધમાકો
TOLOnews પ્રમાણે એક હોસ્પિટલના ડોક્ટરે પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા અને 27 ઈજાગ્રસ્ત થયા છે. ધમાકો બપોરની નમાજ દરમિયાન થયો હતો. તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે ઉત્તરી અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક સ્કૂલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓના મોત થયા છે. 

સ્થાનીક અધિકારીઓએ જણાવ્યું કે ધમાકો બપોરની નમાજ દરમિયાન થયો હતો. આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે કહ્યું કે ઉત્તરી સમાંગન પ્રાંતની રાજધાની એબકમાં થયેલા વિસ્ફોટમાં ઘણા અન્ય ઈજાગ્રસ્ત થયા છે. 

અત્યાર સુધી કોઈ સમૂહ કે સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી. પાછલા વર્ષે અમેરિકા સમર્થિત સરકારને સત્તામાંથી હટાવ્યા બાદ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા છે. અધિકાર સમૂહોએ કહ્યું કે તાલિબાને માનવ અને મહિલાઓના અધિકારોનું સન્માન કરવા માટે ઘણી પ્રતિજ્ઞાઓ તોડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news