શું ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક ટ્રિપ પર ડોમિનિકા ગયો હતો મેહુલ ચોકસી? થયો મહત્વનો ખુલાસો

પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ કે, હીરા કારોબારી મેહુલ ચોકસી લગભગ પોતાની ગર્લફ્રેન્ડની સાથે ટ્રિપ પર ડોમિનિકા ગયો હતો અને ત્યાં ઝડપાયો છે.

Updated By: May 30, 2021, 08:42 PM IST
શું ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક ટ્રિપ પર ડોમિનિકા ગયો હતો મેહુલ ચોકસી? થયો મહત્વનો ખુલાસો

નવી દિલ્હીઃ ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીને લઈને એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને મોટો ખુલાસો કર્યો છે. એન્ટીગુઆ ન્યૂઝ રૂમ પ્રમાણે પીએમ ગેસ્ટન ગ્રાઉને પોતાના નિવેદનમાં કહ્યુ કે, હીરા કારોબારી મેહુલ ચોકસી લગભગ પોતાની ગર્લફ્રેન્ડની સાથે એક રોમેન્ટિક ટ્રિપ પર ડોમિનિકા ગયો હતો અને ત્યાં ઝડપાય ગયો હતો. 

તમને જણાવી દઈએ કે શનિવારે મોડી રાત્રે મેહુલ ચોકસીની ડોમિનિક જેલથી કેટલીક તસવીરો સામે આવી હતી. જેલમાં બંધ મેહુલ ચોકસીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. 

મેહુલ ચોકસી છેલ્લા પાંચ દિવસથી ડોમિનિકાની જેલમાં બંધ છે. આજે સમાચાર આવ્યા કે મેહુલ ચોકસીને પરત લેવા માટે એક ભારતીય જેટ ડોમિનિકા પહોંચી ગયુ છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન ગ્રાઉને પોતાના દેશમાં એક રેડિયો શોમાં આ વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતીય એજન્સીઓએ આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. 

PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?

એન્ટીગુઆ ન્યૂઝ રૂમ પ્રમાણે કતર એરવેઝનું એક ખાનગી વિમાન ડોમિનિકામાં ડગલસ-ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યુ. ત્યારબાદ ચોકસીના પ્રત્યર્પણને લઈને અટકળો શરૂ થઈ છે. ડોમિનિકાથી બુધવારે ઝડપાયેલા ચોકસી પર ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે.

વર્ષ 2018માં ભાગી ગયો હતો ચોકસી
પીએનબી કૌભાંડ મામલામાં આરોપી મેહુલ ચોકસી પોતાના ભાણેજ નીરવ મોદીની સાથે 4 જાન્યુઆરી 2018ના ભારત છોડીને ભાગી ગયો હતો. જાન્યુારી 2018માં ભારતથી ભાગતા પહેલા તેણે 2017માં કેરેબિયન દ્વીપ દેશ એન્ટીગુઆ બારબુડાની નાગરિકતા હાસિલ કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube