Predictions: તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025, અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વિશે જાણી હોશ ઉડશે

ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને હવે બહુ જલદી વર્ષ 2025 પણ આવી જશે. આ વર્ષ માટે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેના વિશે જાણીને તમને પણ ધ્રાસકો પડી શકે છે. 

Predictions: તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025, અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વિશે જાણી હોશ ઉડશે

બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ દાયકાઓ પહેલા જે ભવિષ્યવાણી કરી હતી તે સમય સાથે કેટલીક સાચી પણ પડી. વર્ષ 2025 માટે પણ બાબા વેંગાએ કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે અને હવે દુનિયામાં ચિંતા છે કે જો આ સાચી પડી તો તબાહી મચી જશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણીમાં યુરોપનો વિનાશ, અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રગતિ, ટેલીપેથીનો વિકાસ, પૃથ્વી બહાર જીવન, વૈશ્વિક સંકટ કે સર્વનાશની શરૂઆત સામેલ છે. 

બાબા વેંગાની 2025 માટે કેટલીક ભવિષ્યવાણીઓ

યુરોપનો વિનાશ
બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો યુરોપમાં એવું ઘોર યુદ્ધ થશે કે તેનાથી એક મોટા ક્ષેત્રનો વિનાશ થશે. જેનાથી જનસંખ્યામાં ઘટાડો થશે અને લાંબા ગાળાના પ્રભાવ જોવા મળશે. 

એલિયન્સ સાથે વાત
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2025માં મનુષ્ય ધરતીની બહાર સંવાદ સ્થાપિત કરવામાં સફળ  થઈ શકે છે. એટલે કે એલિયન્સ સાથે કોમ્યુનિકેશન થઈ શકે છે.

લેબમાં બનશે માનવ અંગો
તબીબી વિજ્ઞાન અંગે બાબા વેંગાની કરાયેલી ભવિષ્યવાણી ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. તે મુજબ હવે માનવ અંગ પ્રયોગશાળામાં બનાવી શકાશે અને તેનાથી અનેક એવી બીમારીઓની સારવાર શક્ય બનશે જે અત્યાર સુધી શક્ય નહતી. 

તબાહીની શરૂઆત
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2025માં એવી મોટી આફતો જોવા મળી શકે છે જે ધરતીને ખતમ કરવાની તબાહીની શરૂઆત જેવી હશે. જો કે માનવતા સંપૂર્ણ પણે નષ્ટ નહીં થાય પરંતુ ખાતમાની શરૂઆત કરી નાખશે. 

કોણ છે આ બાબા વેંગા
બાબા વેંગા બલ્ગેરિયામાં જન્મેલા એક મશહૂર ભવિષ્યવક્તા છે. જેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. બાળપણમાં જ તેમણે પોતાની આંખોની રોશની ગુમાવી હતી. ત્યારબાદ તેમણે એવી એવી ભવિષ્યવાણીઓ કરી જેમાંથી કેટલીક સાચી પણ પડી. પછી ભલે તે 9/11 નો હુમલો હોય કે રાજકુમારી ડાયનાનું નિધન હોય કે બીજુ વિશ્વયુદ્ધ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news