Girl wants Fat husband: સુંદર છોકરીને જોઇએ છે તોંદવાળો પાર્ટનર, બસ માનવી પડશે આ શરતો; 99% થઇ જશે ફેલ!

Trending News: કઝાકિસ્તાનની આ હસીના મદીના મમદાલીએવા (Madina Mamadalieva) ને પુરુષોના ફિગરમાં કોઇ રસ નથી. તેને એક એવા પતિની જરૂર છે જે તેની શરત પૂરી કરી શકે.
 

Girl wants Fat husband: સુંદર છોકરીને જોઇએ છે તોંદવાળો પાર્ટનર, બસ માનવી પડશે આ શરતો; 99% થઇ જશે ફેલ!

Beautiful woman looking for husband with beer belly: વિશ્વ એક એકથી ચઢિયાતા વ્યક્તિત્વ ધરાવતા લોકોથી ભરેલું છે. હવે કઝાકિસ્તાનની આ સુંદર છોકરીને જુઓ. તેના સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ છે, ડેટિંગ સેટિંગ ભૂલી જાઓ, હવે આ સુંદરી સાચા પ્રેમી જીવનસાથીની શોધમાં છે. તેણીને ડેશિંગ લુક ધરાવતો પુરૂષ નથી જોઈતો પણ રીંછ જેવી તોંદવાળો હટ્ટો કટ્ટો જાડો પતિ જોઈએ છે. આ જાણીને તમે ચોંકી ગયા હશો, પરંતુ આ સત્ય છે. પરંતુ લગ્નને લઈને તેણે જે શરત મૂકી છે તે પૂરી કરવી દરેક વ્યક્તિની ક્ષમતાની વાત નથી.

હવે શરત પણ જાણી લો
'ડેઈલી સ્ટાર'માં છપાયેલા અહેવાલ મુજબ, કઝાકિસ્તાનની મદીના મમદાલીએવા (Madina Mamadalieva) દર મહિને લગભગ 40 થી 50 લાખ રૂપિયા કમાય છે, હવે દેખીતી રીતે તેનો ખર્ચો મોટો અને હાઈફાઈ હશે. કદાચ એટલે જ મેડમને પુરુષોના ફિગરમાં રસ નથી. તેણીને ફક્ત એક પતિની જરૂર છે જે તેણીની લેવિશ લાઇફસ્ટાઇલ પરવડી શકે. જો કે મદીનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પતિ જાડો હોય તો પણ વાંધો નથી, પરંતુ તેની કમાણી ગેરકાયદે ન હોવી જોઈએ. તે જીવનના આ તબક્કે માત્ર હળવાશભર્યું જીવન અને શાહી લાઇફસ્ટાઇલ જોઇએ.

મદીનાની એક શરત એવી પણ છે કે પતિ પૈસાદાર હોવો જોઈએ અને કાળજી રાખનારો પણ હોવો જોઈએ, પરંતુ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બિલકુલ ન હોવું જોઈએ. એટલે કે જ્યાં સુધી તે ઈચ્છે ત્યાં સુધી તેના પતિ વિશેની માહિતી ગુપ્ત રહેવી જોઈએ. તેના સિવાય દુનિયામાં કોઈને આ ખબર ન હોવી જોઈએ. અને પછી જ્યારે તેણીને એવું લાગશે, ત્યારે તે દરેકને તેના આ જીવનસાથી વિશે કહેશે. આ મામલામાં આશ્ચર્યજનક વાત એ છે કે મદીના પોતે ઇન્સ્ટાગ્રામ પર છે અને લાખો તેને આ પ્લેટફોર્મ પર ફોલો કરે છે, પરંતુ તેના પતિએ આ પ્લેટફોર્મથી દૂર રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news