Arthur Urso: લગ્ને લગ્ને કુંવારો: નવ લગ્ન..ચાર છુટાછેડા, હવે 10મી પત્ની શોધી રહ્યો છે આ 'પ્લેબોય'

ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર હાલમાં તે ખૂબ દુખી છે કારણ કે તે છુટાછેડાના દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. તે પોતાની આઠ પત્નીઓમાંથી ચારથી અલગ થઇ ચૂક્યા છે. 

Arthur Urso: લગ્ને લગ્ને કુંવારો: નવ લગ્ન..ચાર છુટાછેડા, હવે 10મી પત્ની શોધી રહ્યો છે આ 'પ્લેબોય'

Searching For 10th Wife:આ ગત વખતે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે વધુ એક પત્નીને છુટાછેડા આપ્યા હતા. હાલ આ હવે પોતાના માટે દસમી પત્ની શોધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની અને તેની પત્નીઓના ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે. 

બ્રાજીલના મોડલ આર્થર ઓ ઉર્સો પોતાના માટે દસમી પત્ની શોધી રહ્યો છે અને તેમણે તેના માટે રીતસર એ પણ કહ્યું છે કે તેમની નવી પત્નીને તે પ્રકારની સુવિધાઓ આપશે જે બાકી તમામ પત્નીઓને આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમની પત્નીઓ પણ સાથે રહે છે જેની સાથે છુટાછેડા લઇ લીધા છે. 

જોકે બ્રાજીલના મોડલ અને સોશિયલ મીડિયા ઇંફ્લૂએંસર આર્થર ઓ ઉર્સો ખૂબ ચર્ચિત છે. તેમને કુલ નવ વખત લગ્ન કર્યા છે પરંતુ તેમાંથી તે ચાર પત્નીઓને છુટાછેડા આપી ચૂક્યો છે પરંતુ તેમની સાથે પત્નીઓ રહે છે. હવે આર્થરને ફરીથી નવી પત્નીની શોધ છે. એટલે કે કુલ મળીને આ તેમના આ દસમા લગ્ન છે. 

તે પોતાની લક્સરીપૂર્ણ લાઇફસ્ટાઇલ માટે પણ ચર્ચિત છે. 36 વર્ષના આર્થર બ્રાજીલના જોઆઓ પેસોઆ શહેરના રહેવાસી છે. રસપ્રદ વાત એ છે કે તેમણે 2021 માં જ એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા મહિના બાદ જ તેમને એક પત્ની આ લગ્નથી અલગ થઇ ગઇ અને પછી કુલ મળીને ચાર પત્નીઓ સાથે છુટાછેડા લઇ ચૂક્યા છે. 

રિપોર્ટ્સ અનુસાર આર્થરના લગ્ન સરકારી રીતે માન્ય નથી કારણ કે બ્રાજીલમાં એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની કાનૂની માન્યતા નથી. કદાચ એટલા માટે કે છુટાછેડા બાદ પણ તેમને પત્ની તેમની સાથે રહે છે. તે સેક્સુઅલ ફ્રીડમ અને એક લગ્ન પ્રથા વિરૂદ્ધ બોલે છે. 

ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર હાલમાં તે ખૂબ દુખી છે કારણ કે તે છુટાછેડાના દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. તે પોતાની આઠ પત્નીઓમાંથી ચારથી અલગ થઇ ચૂક્યા છે. તેમણે પરસ્પર સહમતિથી છુટાછેડા લઇ લીધા છે. હાલ હવે તે પોતાના માટે નવી પાર્ટનર શોધી રહ્યો છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news