ઓસ્ટ્રેલિયાના બીચ પર 2500 લોકોએ કપડા વગર કરાવ્યું ફોટોશૂટ, કારણ જાણીને તમે કરશો સલામ!

Skin Cancer Awareness Photoshoot : ઓસ્ટ્રેલિયાના બીચ પર શનિવારે આશરે 2500 લોકોએ કપડા વગર એક ફોટોશૂટમાં ભાગ લીધો હતો. આ ફોટોશૂટનો ઉદ્દેશ્ય સ્કિન કેન્સર વિશે લોકોને જાગરૂત કરવાનો હતો. અમેરિકી ફોટોગ્રાફર સ્પેન્સર ટ્યૂનિકે તેમની તસવીરો ખેંચી જે નેકેટ ફોટોશૂટ માટે જાણીતા છે. 

ઓસ્ટ્રેલિયાના બીચ પર 2500 લોકોએ કપડા વગર કરાવ્યું ફોટોશૂટ, કારણ જાણીને તમે કરશો સલામ!

કેનબરાઃ ઓસ્ટ્રેલિયાના બોંડી બીચ પર શનિવારે આશરે 2500 લોકો કપડા વગર ભેગા થયા હતા. આ બધા લોકો એક ફોટો શૂટમાં ભાગ લઈ રહ્યાં હતા, જેનો ઉદ્દેશ્ય સ્કિન કેન્સર વિશે જાગરૂકતા ફેલાવવાનો હતો. આ લોકો અમેરિકી ફોટોગ્રાફર સ્પેન્સર ટ્યૂનિકના ફોટોશૂટમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. ટ્યૂનિકને દુનિયામાં અલગ-અલગ જગ્યાઓ પર નેકેડ ફોટોશૂટ માટે ઓળખવામાં આવે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ટ્યૂનિકે સિડનીમાં સમુદ્ર કિનારા પર કર્યું કે અમારી પાસે સ્કિન કેન્સરને લઈને જાગરૂકતા ફેલાવવાની એક તક છે. હું અહીં આવી તસવીરો ખેંચી સન્માનિત અનુભવી રહ્યો છું. 

સીએનએનના એક સમાચાર પ્રમાણે ફોટોશૂટમાં ભાગ લેનાર રોબિન લિંડનરે કહ્યું કે તે તેમાં ભાગ લેવાને લઈને નર્વસ હતી. તેણે કહ્યું કે હું પાછલી રાત્રે ડરેલી હતી. પરંતુ આ ખુબ સારૂ હતું, બધા લોકો ખુબ સારા હતા અને આ ખરેખર રસપ્રદ હતું. આ ટ્યૂનિકનો ઓસ્ટ્રેલિયામાં ચોથો પ્રોજેક્ટ છે, જે 2010થી અહીં કામ કરી રહ્યો છે. ત્યારે તેણે સિડનીના પ્રખ્યાત ઓપેરા હાઉસમાં આશરે 5500 લોકોને ભેગા કર્યાં હતા. 

દુનિયાભરમાં પાડ્યા છે 100 ફોટા
ટ્યૂનિકની સ્કિન ચેક્સ ચેમ્પિયન્સ ચેરિટીની સાથે પાર્ટનરશિપ છે, જે ફ્રી એજ્યુકેશનલ સ્કિન ચેક્સ ક્લિનિક ચલાવે છે. એક નિવેદનમાં ટ્યૂનિકે કહ્યું કે સ્કિન ચેક્સને લઈને જાગરૂકતા ફેલાવનાર એક આર્ટ મિશનનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત હતી. ટ્યૂનિક દુનિયાભરમાં જાહેર સ્થળો પર આશરે 100 લાર્જ-સ્કેલ ન્યૂડ ફોટો પાડી ચુક્યો છે. મ્યૂનિખથી મેક્સિકો સિટી સુધી તેના ન્યૂડ ફોટોશૂટમાં 18,000 લોકો ભાગ લઈ ચુક્યા છે. 

સરળ નથી હોતા ટ્યૂનિકના ફોટોશૂટ
મોટા પાયા પર લોકોની ન્યૂડ તસવીરો લેવી સરળ નથી. જ્યારે એક જગ્યાએ ભેગા થઈને હજારો લોકો પોતાના કપડા ઉતારે છે તો શહેરના અધિકારી તેમાં દખલ આપે છે. તેના કારણે ઘણીવાર ટ્યૂનિકની ધરપકડ પણ થઈ ચુકી છે. 2018માં એક ઓસ્ટ્રેલિયન સુપરમાર્કેટ ચેને ટ્યૂનિકને પોતાના એક મેલબોર્ન સ્ટોરના પાર્કિંગમાં શૂટ કરવાથી પ્રતિબંધિત કરી દીધો હતો. પરંતુ બાદમાં તેના નિર્ણયને પરત લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news