દાવો: Taliban એ ખુરશી માટે પોતાના Supreme Leader ની હત્યા કરી, ડેપ્યુટી PM ની છે આ સ્થિતિ
બ્રિટનના મેગેઝિન ‘The Spectator’ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ મહિને સત્તાના વિભાજનને લઈને તાલિબાનના બે જૂથની બેઠક થઈ હતી. આ દરમિયાન હક્કાની નેતા ખલીલ-ઉલ રહમાન હક્કાનીએ બરાદરને મુક્કા માર્યા હતા.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજા બાદ સત્તાને લઈને આપસમાં લડી રહેલા તાલિબાનને (Taliban) મોટુ નુકસાન થયું છે. એક બ્રિટિશ મેગેઝિને (British Magazine) દાવો કર્યો છે કે આ ખુની સંઘર્ષમાં તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદઝાદા (Haibatullah Akhundzada) નું મોત થયું છે અને નાયબ પ્રધાનમંત્રી મુલ્લા બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા છે. મેગેઝિનનું કહેવુ છે કે હક્કાની જૂથ સાથે ચાલી રહેલા આ ઝગડામાં સૌથી વધુ નુકસાન બરાદરને પહોંચ્યુ છે. પરંતુ તાલિબાને તેના પર હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બ્રિટનના મેગેઝિન ‘The Spectator’ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ મહિને સત્તાના વિભાજનને લઈને તાલિબાનના બે જૂથની બેઠક થઈ હતી. આ દરમિયાન હક્કાની નેતા ખલીલ-ઉલ રહમાન હક્કાનીએ બરાદરને મુક્કા માર્યા હતા. હકીકતમાં બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન-તાલિબાનીઓ અને અલ્પસંખ્યકોને જગ્યા આપવાનો દબાવ બનાવી રહ્યા હતા, જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે. આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો.
Deputy PM થોડા દિવસથી ગાયબ
આ ઘર્ષણ બાદ મુલ્લા બરાદર (Mullah Baradar) થોડા દિવસથી ગાયબ થઈ ગયા છે અને હાલમાં તે કંધારમાં જોવા મળ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી છે, જેનું સમર્થન પણ તેમને મળ્યું છે. બરાદરનો જે વીડિયો સંદેશ સામે આવ્યો છે, તેને જોઈને એવો સંકેત મળે છે કે તેને બંધક બનાવી લેવામાં આવ્યા છે.
અત્યાર સુધી કોઈ મેસેજ આવ્યો નથી
તો હિબતુલ્લાહ અખુંદઝાદા (Haibatullah Akhundzada) ને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી તે જાણકારી મળી નથી કે તે ક્યાં છે. તે ઘણા સમયથી જોવા મળ્યા નથી કે તેમનો કોઈ સંદેશ આવ્યો નથી. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અખુંદઝાદાનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે તાલિબાનમાં પહેલા સત્તાને લઈને સંઘર્ષ જોવા મળ્યો નથી. તાલિબાન અને હક્કાની નેટવર્ક 2016માં એક થઈ ગયા હતા.
Pakistan નો હાથતો નથીને?
બરાદરનો પ્રયાસ હતો કે તે તાલિબાનની એક અલગ છબી રજૂ કરે, જેથી દુનિયા તેને માન્યતા આપે. તો હક્કાની નેટવર્ક આત્મઘાટી હુમલાનું પરોપકાર બનેલું છે. અફઘાનિસ્તાનમાં શરણાર્થીઓના મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્રએ પોતાની આતંકીઓની યાદીમાં સામેલ કર્યો છે. એક પાસુ તે પણ છે કે હક્કાનીનું સીધુ કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન પણ તાલિબાન સરકારમાં હક્કાનીનો દબદબો ઈચ્છે છે, જેથી તેને પોતાના કામ પૂરા કરવામાં સરળતા રહે. તેનાથી સંભવ છે કે આ કામ પાકિસ્તાનના ઈશારે કરવામાં આવી રહ્યું હોય. ઉલ્લેખનીય છે કે ‘The Spectator’ રાજનીતિ, સંસ્કૃતિ અને વર્તમાન બાબતો સાથે જોડાયેલ એક બ્રિટિશ મેગેઝિન છે. તેની શરૂઆત જુલાઈ 1828માં થઈ હતી. આ રીતે તેને વિશ્વના સૌથી જુના મેગેઝિનમાંથી એક ગણવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે