LONE WOLF ATTACK શું હોય છે? આ પ્રકારનો હુમલો કોણ કરે છે? હુમલાની હિલચાલ વિશે જાણો
રશિયાની પર્મ યુનિવર્સિટીમાં એક સનકીએ કરેલા હુમલામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 14 લોકો ઘાયલ થયા. જોકે, બાદમાં હુમલો કરનાર શખ્સને થોડાં સમય બાદ ઠાર મરાયો હતો. ત્યારે, સવાલ એ થાય છે કે આ લોન વુલ્ફ અટેક હોય શું છે? વરુની જેમ એક જણ હુમલો કરે તેને લોન વુલ્ફ અટેક કહેવામાં આવે છે. લોન વુલ્ફ અટેકમાં હુમલાના પ્લાનિંગથી લઈને તે હુમલાને અંજામ આપવા સુધી સંપૂર્ણ પ્લાનિંગ અને પ્લોટિંગ એક જ શખ્સ દ્વારા કરાય છે. લોન વુલ્ફનો મકસદ માત્રને માત્ર વધુ વધુમાં નુકસાનનું હોય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રશિયાની પર્મ યુનિવર્સિટીમાં એક સનકીએ કરેલા હુમલામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 14 લોકો ઘાયલ થયા. જોકે, બાદમાં હુમલો કરનાર શખ્સને થોડાં સમય બાદ ઠાર મરાયો હતો. ત્યારે, સવાલ એ થાય છે કે આ લોન વુલ્ફ અટેક હોય શું છે? વરુની જેમ એક જણ હુમલો કરે તેને લોન વુલ્ફ અટેક કહેવામાં આવે છે. લોન વુલ્ફ અટેકમાં હુમલાના પ્લાનિંગથી લઈને તે હુમલાને અંજામ આપવા સુધી સંપૂર્ણ પ્લાનિંગ અને પ્લોટિંગ એક જ શખ્સ દ્વારા કરાય છે. લોન વુલ્ફનો મકસદ માત્રને માત્ર વધુ વધુમાં નુકસાનનું હોય છે.
કેવી રીત અપાય છે 'LONE WOLF ATTACK'ને અંજામ?
આ પ્રકારના હુમલામાં નાના-નાના હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડી શકાય. આતંકી અથવા કોઈપણ શખ્સ આવા હુમલા એટલા માટે પ્લાન કરે છે કેમ કે કોઈ પણ સિક્રેટ એજન્સી માટે આ પ્રકારના હુમલા રોકવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ પ્રકારનો હુમલો હવે દહેશતગર્દો વધુમાં વધુ અપનાવી રહ્યા છે. આ પ્રકારના હુમલા માટે ઓછા લોકો અને ઓછા સાધનોની જરૂર પડે છે. જેથી દહેશત ફેલાવનાર આનો વધારે ઉપયોગ કરે છે. પાછલા કેટલા સમયથી લોન વુલ્ફ અટેકમાં સેંક્ડો લોકો માર્યા ગયા છે. જ્યારે, આ પ્રકારના અટેકમાં હુમલો કરનાર શખ્સ ખુદ ખત્મ થઈ જાય છે. અથવા તો પોલીસ તેને ઠાર મારે છે.
આવા હુમલા રોકવા છે મુશ્કેલ:
આ પ્રકારના હુમલાને પહેલાંથી અંદાજો લગાવો પોલીસ માટે કે ઈન્ટેલીજેન્સ એજન્સી માટે ખુબ જ પડકારજનક છે. કેમ કે આ પ્રકારના હુમલામાં મોટા બજેટ કે મોટી ટીમની જરૂર નથી હોતી. જેના કારણે પ્લાના વિશે જાણવું ખુબ જ મુશ્કેલ છે. આતંકી સંગઠન ISIS આ પ્રકારને હુમલા ઘણીવાર કરતા હોય છે. લોન વુલ્ફ ઓછામાં ઓછા લોકોને મારીને પણ વધારે દહેશત ફેલાવવાનું કામ કરે છે.
દુનિયાના ઘણા દેશોમાં થઈ ચુક્યો છે લોન વુલ્ફ અટેક:
પાછલા ઘણા વર્ષોથી આ પ્રકારના હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકાથી લઈને ફ્રાન્સ સુધી અનેકવાર આવા હુમલા થઈ ચુક્યા છે.
- જૂન 2016માં અમેરિકાના ઓરલેન્ડોના નાઈટ કલ્બમાં લોન વુલ્ફ અટેકમાં 49 લોકો માર્યા ગયા હતા.
- જુલાઈ 2016 ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા લોન વુલ્ફ અટેકમાં 86 લોકો માર્યા ગયા હતા.
- નવેમ્બર 2016માં અમેરિકાના ઓહાયો યુનિવર્સિટીમાં 11 લોકોના મોત થયા હતા.
- માર્ચ 2019માં ન્યુઝીલેન્ડની એક મસ્જિદમાં આ પ્રકારના હુમલામાં 51 લોકો જે નમાઝ અદા કરી રહ્યા હતા. તે માર્યા ગયા હતા.
લોન વુલ્ફ અટેલ માત્ર કોઈ આતંકી જ નથી કરતા પણ અનેક વખતે એવું પણ બન્યું છે. કે સમાજની કોઈ વાતથી ઉશ્કેરાઈને કોઈ સનકીએ આ પ્રકારના હુમલાને અંજામ આપ્યો હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે