વિશ્વપટલ પર ભારતના વધતા દમ અને કડક વલણથી ઢીલું પડ્યું કેનેડા, PM ટ્રુડોએ આપ્યું મોટું નિવેદન

Canada India: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યા બાદથી કેનેડા અને ભારતના સંબંધો નાજૂક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતના કડક વલણ બાદ હવે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો નરમ ઘેંસ જેવા થયા છે.

વિશ્વપટલ પર ભારતના વધતા દમ અને કડક વલણથી ઢીલું પડ્યું કેનેડા, PM ટ્રુડોએ આપ્યું મોટું નિવેદન

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યા બાદથી કેનેડા અને ભારતના સંબંધો નાજૂક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતના કડક વલણ બાદ હવે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો નરમ ઘેંસ જેવા થયા છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારત સાથે પોતાના 'ગાઢ સંબંધ' બનાવવા અંગે પ્રતિબદ્ધ છે. 

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે 'વિશ્વસનીય આરોપો' કે ભારત સરકાર ગત જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં શીખ નેતા હરદીપસિંહ નિજ્જર હત્યામાં સામેલ હતી છતાં કેનેડા હજુ પણ ભારત સાથે સંબંધ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મોન્ટ્રિયલમાં એક પત્રકાર સંમેલનમાં ટ્રુડોએ કહ્યું કે તેમને લાગે છે કે આ ખુબ જ મહત્વપૂર્ણ છે કે કેનેડા અને તેના સહયોગી વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને જોતા તેમની સાથે 'રચનાત્મક અને ગંભીરતાથી' જોડાતા રહે.

ભારત વધતી આર્થિક તાકાત- ટ્રુડો
તેમણે કહ્યું કે ભારત એક વધતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ  ભૂ-રાજનીતિક તાકાત છે અને જેમ કે અમે ગત વર્ષે અણારી ઈન્ડો-પેસિફિક રણનીતિ રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધ બનાવવા અંગે ખુબ ગંભીર છીએ. ત્યાં બીજી બાજુ, કાયદાના શાસનવાળા દેશ સ્વરૂપે, આપણે એ વાત ઉપર પણ ભાર મૂકવાની જરૂર છે કે  ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેણે કેનેડાની સાથે કામ કરવાની જરૂર છે કે જેથી કરીને આ મામલાના પૂરા પુરાવા મળે. 

ટ્રુડોને ઝટકો મળ્યો
આ બધા વચ્ચે નિજ્જરના મોત પાછળ ભારતનો હાથ હોવાની બૂમો પાડતા કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને અમેરિકા તરફથી પણ ઝટકો મળ્યો છે. વાત જાણે એમ હતી કે ટ્રુડોએ આશા વ્યક્ત કરી હતી કે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે મુલાકાત દરમિયાન નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવશે. પરંતુ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે બ્લિંકનની મુલાકાત અંગે અમેરિકાએ જે નિવેદન બહાર પાડ્યું તેમાં નિજ્જર કે કેનેડાનો કોઈ ઉલ્લેખ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news