કૈલાસ યાત્રીઓ સાથે ચીનની અવળચંડાઇ: માનસરોવરમાં સ્નાનની મનાઇ
કૈલાસ માનસરોવર યાત્રાએ જઇ રહેલા યાત્રીઓ સાથે ચીનની અવળચંડાઇ હજી પણ યથાવત્ત
Trending Photos
બીજિંગ : કૈલાસ માનસરોવર યાત્રા માટે ચીને ભલે નાથુ લા માર્ગને ખોલી દીધો હોય પરંતુ તે પોતાનો અવળચંડો સ્વભાવ છોડી શકે તેમ નથી. કેટલાક શ્રદ્ધાળુઓનો આરોપ છે કે, તેમને પવિત્ર માનસરોવરમાં સ્નાન નથી કરવા દેવામાં આવી રહ્યું. શ્રદ્ધાળુઓની તરફથી એક તસ્વીર પણ સામે આવી છે, જેમાં તેમનું એક જુથ દેખાઇ રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે, 20 દિવસ પહેલા સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે, ડોકલામ વિવાદ બાદ નાથૂ લાનાં રસ્તે બંધ કરાયેલી યાત્રા હવે ફરીથી ચીને શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવર તિબેટમાં છે અને ત્યાં પહોંચવા માટે તિર્થયાત્રીઓએ અત્યંત આકરી યાત્રા કરવી પડે છે. ભારતીય વિદેશ મંત્રાલયની રતફથી દર વર્ષે જુનથી સપ્ટેમ્બર વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગત્ત વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન નાથૂ લા પઠાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેનાં કારણે તીર્થયાત્રીઓને ઘણી મુશ્કેલી પડી હતી.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માહિતી આપી હતી કે, આ વખતે કુલ 1 હજાર 580 તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે. આ યાત્રા 2 માર્ગથી પુરી કરવામાં આવે છે. એક માર્ગ ઉતરાખંડનાં લિપુલેખા ઘાટ અને બીજો સિક્કીમનો નાથુ લા ઘાટ છે. 18 બેંચ બની છે જેમાં દરેક બેંચમાં 60 તીર્થયાત્રીઓ હશે. તેઓ લિપુલેખા ઘાટથી જશે જ્યારે 10 બેચ જેમાં દરેકમાં 50 વિદ્યાર્થીઓ હશે તેઓ નાથુલા ઘાટથી યાત્રા પર જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે