મને જીવવાની કોઈ ઈચ્છા નથી, મોતના 9 દિવસ પહેલા સુનંદાએ થરૂરને કર્યો હતો ઈ-મેલઃ પોલીસ

સુનંદા પુષ્કર થરૂરનાં લગ્ન બાહ્ય સંબંધ મુદ્દે ડિપ્રેશનમાં હતા, મૃત્યુ પહેલા તેણે થરૂરને મેસેજ કરીને આત્મહત્યા અંગે વાત કરી હતી

મને જીવવાની કોઈ ઈચ્છા નથી, મોતના 9 દિવસ પહેલા સુનંદાએ થરૂરને કર્યો હતો ઈ-મેલઃ પોલીસ

નવી દિલ્હી : સુનંદા પુષ્કરનાં મોત મુદ્દે દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે મૃતકોને પોતાનાં પતિ અને કોંગ્રેસનાં લોકસભા સભ્ય શશિ થરૂરને કરેલા મેસેજ અને મેઇલ ડાઇંગ ડેક્લેરેશન (મૃત્યુ પહેલાનું નિવેદન) તરીકે લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુનંદાનાં મોતનાં 8 દિવસ પહેલા થરૂરને એક મેઇલ કરીને મરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે સોમવારે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે, સુનંદાએ થરૂરને લખેલા મેઇલમાં લખ્યું હતું કે, હું જીવવા નથી માંગતી. હું મરવા માંગુ છું.

સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે મુખ્ય મહાનગર દંડાધિકારી સમર વિશાલને કહ્યું કે, થરૂરની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા છે. વકીલે કોર્ટને જણાવ્યું કે, પુષ્કર ડિપ્રેશનમાં હતા અને તેમણે આઠ જાન્યુઆરી, 2014નાં રોજ થરૂરને એક મેઇલ લખ્યો હતો, જમાં તેમણે મરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, પુષ્કરનું મોત ઝેરનાં કારણે થયું હતું. નિવેદન નોંધ્યા બાદ કોર્ટે થરૂરની વિરુદ્ધ ફરિયાદ સ્વિકારવા અંગેનો પોતાનો આદેશ પાંચ જુને આપશે. 

દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ પત્ની સાથે ક્રૂરતા થા આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 306 અને 498એ અંતર્ગત 14 મેનાં રોજ આરોપ પત્ર દાખલ કર્યો હતો. પુષ્કર (51) 17 જાન્યુઆરી, 2014નાં રોજ દક્ષિણ દિલ્હીનાં એક હોટલમાં પોતાનાં રૂમમાં મૃત મળી આવ્યા હતા. તેનાં થોડા દિવસો પહેલા તેણે પતિ થરૂર પર પાકિસ્તાનની એક પત્રકાર સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 302 (હત્યા) હેઠળ 1 જાન્યુઆરી, 2015નાં રોજ ફરિયાદ દાખલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news