દુનિયામાં એવી કઈ વસ્તું છે જેની ગંધ સાપથી સહન થતી નથી, 'ઊભી પૂંછડી'એ ભાગી જાય છે? તમે પણ જાણો
Trending Photos
સાપ અને નાગની કલ્પનામાત્રથી લોકો ફફડી જાય છે. શહેરોમાં તો ઠીક પરંતુ ગામડાઓમાં હજુ પણ સાપ અને નાગથી બચવા માટે લોકો જાત જાતના ગતકડા અપનાવતા જોવા મળતા હોય છે. ત્યારે એવો ખ્યાલ ચોક્કસપણે આવે કે આ જીવથી સુરક્ષિત રીતે કેવી રીતે બચી ભાગવું કે તેને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર ભગાડવો કેવી રીતે. શું દુનિયામાં એવી કોઈ વસ્તુ છે કે જેની વાસથી સાપ દૂર ભાગી જાય? જો તમે પણ આ બધું જાણવા માંગતા હોવ તો આ માહિતી તમને કામ આવી શકે છે. ખાસ વાંચો.
સાપને દૂર કેવી રીતે રાખવા?
આમ તો સાપ કોઈને હાનિ પહોંચાડતા નથી પરંતુ જોખમ ભાળી જાય તો પોતાની સુરક્ષાના હથિયાર તરીકે ઝેરનો ઉપયોગ કરે છે. એટલે કે જો સાપ ઝેરી હોય તો તે ડંખ મારે છે. આવા સમયે સાપ ખતરનાક જાનવર પણ બની જાય છે. લોકોમાં સાપનો ડર રહેલો હોય છે. સાપ એવું સરિસૃપ જાનવર છે જેનાથી દરેક દૂર ભાગે છે અને ઈચ્છે છે કે સાપ તેમની નજીક પણ ન ફરકે. ત્યારે તેમને દૂર કેવી રીતે રાખવા. શું આ દુનિયામાં એવી કોઈ ગંધ છે જે સાપને દૂર રાખી શકે.
સોશિયલ મીડિયામાં ચર્ચાયો પ્રશ્ન
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર એક યૂઝરે આ અંગે એક સવાલ પૂછ્યો અને અનેક લોકોએ તેનો જવાબ આપ્યો. આ ચીજો પર જ્યારે કોઈ પણ રિસર્ચ કરવામાં આવ્યું તો ખબર પડી કે એવી અનેક વસ્તુઓ છે જેની ગંધ સાપને પણ ગૂંગળાવી નાખે છે એટલે કે સાપને તે ગંધ ગમતી નથી. આ સવાલના જવાબમાં એક યૂઝરે જણાવ્યું કે સાપ કેરોસિનની વાસ સહન કરી શકતો નથી. તે તેની નજીક પણ ફરકતો નથી.
આ વસ્તુઓની વાસથી દૂર ભાગે સાપ!
જો કે એનિમલ વેબસાઈટ એજ એનિમલમાં 14 એવી વસ્તુઓ ગણાવી છે જેને સૂંઘતા જ સાપ ચાલતી પકડે છે. એટલે કે દૂર ભાગે છે. જેમાં લસણ અને ડુંગળી મુખ્ય છે. આ ઉપરાંત ફૂદીનો, લવિંગ, તુલસી, તજ, સરકો, લિંબુ અને સૌથી મહત્વપૂર્ણ એમોનિયા ગેસ પણ છે. અનેકવાર ધૂમાડાથી પણ સાપ પ્રભાવિત થઈ જાય છે એટલે કે ધૂમાડાથી પણ દૂર ભાગી શકે છે. સાપને આ બધી વસ્તુઓની વાસ ખુબ જ વિચિત્ર લાગે છે અને એટલે તે આ બધાથી દૂર ભાગવાની કોશિશ કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે