Earthquake In Turkiye: 7.8ની તીવ્રતાના ભૂકંપે તુર્કીને હચમચાવી નાખ્યું, અનેક ઈમારતો તૂટી પડી, જાનહાનિની આશંકા

Earthquake in Turkiye: તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. 

Earthquake In Turkiye: 7.8ની તીવ્રતાના ભૂકંપે તુર્કીને હચમચાવી નાખ્યું, અનેક ઈમારતો તૂટી પડી, જાનહાનિની આશંકા

Earthquake in Turkiye: તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. 

પ્રાથમિક માહિતી મુજબ અનેક સ્થાનોએ ઈમારતોને નુકસાન થયું છે. જે વીડિયો સામે આવી રહ્યા છે તે તબાહીની આશંકા પેદા કરી રહી છે. અનેક સ્થાનો પર બહુમાળી ઈમારતો ધ્વસ્ત થતી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી જાનહાનીની અધિકૃત માહિતી સામે  આવી નથી. પરંતુ આશંકા છે કે જાનહાનિ થઈ હોઈ શકે છે. 

— Global News Network (@GlobalNews77) February 6, 2023

— Dredre babb (@DredreBabb) February 6, 2023

— Rahul Sisodia (@Sisodia19Rahul) February 6, 2023

— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023

કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news