જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન, પુતિને વ્યક્ત કર્યુ દુખ

વિશ્વભરના નામચીન રાજનેતાઓ તથા ફિલ્મી સિતારોનું ઈન્ટરવ્યૂ લેનાર પ્રસિદ્ધ ટીવી પ્રસ્તોતા લૈરી કિંગનું શનિવારે નિધન થઈ ગયું હતું. 
 

જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન, પુતિને વ્યક્ત કર્યુ દુખ

લોસ એન્જિલસઃ વિશ્વભરના નામચીન રાજનેતાઓ અને ફિલ્મી સિતારાઓનું ઈન્ટરવ્યૂ લેનારા ટીવી પ્રેઝન્ટર લૈરી કિંગ (Larry King) નું શનિવારે નિધન થયુ છે. તેઓ 87 વર્ષના હતા. કિંગ દ્વારા સહ-સ્થાપિત સ્ટૂડિયો તથા નેટવર્ક 'ઓરા મીડિયા'એ ટ્વીટ કર્યુ કે, કિંગનું લોસ એન્જિલસના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધ થઈ ગયુ છે. 

લૈરીએ કર્યા 50 હજારથી વધુ ઈન્ટરવ્યૂ
કિંગના નિધનનું કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ સીએનએને આ પહેલા માહિતી આપી હતી કે કોવિડ-19ની ઝપેટમાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય હતા. કિંગે પોતાના કરિયરમાં લગભગ 50 હજાર ઈન્ટરવ્યૂ લીધા હતા. વર્ષમાં 1995મા તેમને પીએલઓના અધ્યક્ષ યાસિર અરાફાત, જોર્ડનના કિંગ હુસૈન તથા ઇઝરાયલના પ્રધાનમંત્રી યિત્જાક રોબિનની સાથે મધ્ય-પૂર્વ શાંતિ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. 

Child Birth બાદ દુનિયાની અજીબો ગરીબ પરંપરા, ક્યાંક શોક મનાવાય છે તો ક્યાંક...

આ પ્રસિદ્ધ લોકોનું કર્યુ ઈન્ટરવ્યૂ
તેમણે પોતાના કરિયરમાં દલાઈ લામા, એલિઝાબેથ ટેલર, મિખાઇલ ગોર્બાચેવ, બરાક ઓબામા, બિલ ગેટ્સ તથા લેડી ગાગા સહિત ઘણા નામચીન હસ્તિઓના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને પણ લૈરી કિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news