Video: સંસદની અંદર મહિલા સાંસદ કાતરથી કાપવા લાગ્યા વાળ, વાયરલ થયો વીડિયો

Iran Protests: યુરોપીય સંઘના મહિલા સાંસદે ઈરાનના વિરોધનના સમર્થનમાં ખુદ કાતરથી પોતાના વાળ કાપ્યા. આ ઘટનાક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

Video: સંસદની અંદર મહિલા સાંસદ કાતરથી કાપવા લાગ્યા વાળ, વાયરલ થયો વીડિયો

Iran Protests Video: ઈરાનમાં મહિલાઓના પોશાક અને પહેરવેશને લઈને વિરોધ પ્રદર્શન પર દુનિયાની નજર છે. મોટા ભાગના દેશ ઈરાની મહિલાઓના વિરોધ પ્રદર્શનનું સમર્થન કરી રહ્યાં છે. નોંધનીય છે કે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ ઘણી મહિલાઓની હત્યા પણ કરી દેવામાં આવી છે. તેમાંથી એક મહસા અમિનીના મોત બાદ દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ઈરાની મહિલાઓની સાથે યુરોપીયન સાંસદએ એકતા વ્યક્ત કરી છે. તેમણે સંસદમાં ચર્ચા દરમિયાન પોતાના વાળ કાપી લીધા. 

મહિલા કાપવા લાગ્યા પોતાના વાળ
સ્ટ્રાસબર્ગમાં યુરોપીયન સંઘની ચર્ચાને સંબોધિત કરતા સ્વીડિશ રાજનેતા અબીર અલ સહલાનીએ કહ્યુ કે અમે યુરોપીય સંઘના લોકો અને નાગરિક, ઈરાનમાં પુરૂષ અને મહિલાઓની વિરુદ્ધ બધી હિંસાને વગર શરતે અને તત્કાલ રોકવાની માંગ કરે છે. જ્યાં સુધી ઈરાનની મહિલાઓ સ્વતંત્ર નથી, અમે તમારી સાથે ઉભા રહીશું. અલ સહલાનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં યુરોપીયન સંસદના સભ્યોની સામે કાતરથી પોતાના વાળ કાપ્યા હતા. 

અહીં જુઓ વીડિયો

Day 19 of #IranProtests2022 | #MahsaAmini | Kurdistan, Sanandaj | 5 October 2022.#IranRevolution pic.twitter.com/PDfa8xSGaO

— Kaveh Ghoreishi (@KavehGhoreishi) October 5, 2022

ઈરાનમાં ઉગ્ર બન્યો વિરોધ
નોર્વે સ્થિત સમૂહ ઈરાન હ્યૂમન રાઇટ્સ (IHR) એનજીઓ અનુસાર મહસા અમિનીના મોત પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ઈરાની સ્કૂલી છાત્રાઓ અને મહિલાઓએ અમિનીના મોતના વિરોધમાં પોતાના હિજાબને હટાવી અને રેલીઓનું આયોજન કરી મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યું છે. ઘણી મહિલાઓએ સરકાર વિરોધી નારા લગાવતા પોતાના વાળ પણ કાપ્યા હતા. યુરોપીયન સંસદના સભ્ય અબીર અલ-સહલાનીએ જણાવ્યું કે ઈરાનની મહિલાઓએ ત્રણ સપ્તાહ સુધી સતત સાહસ દેખાડ્યું છે. તે પોતાના જીવનની સાથે સ્વતંત્રતા માટે અંતિમ કિંમત ચુકાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news