Nirmala Sitharaman ભારતના સૌથી પાવરફૂલ મહિલા, Forbes એ દુનિયાની શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી

નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતના સૌથી પાવરફૂલ મહિલા બની ગયા છે. આંતરરાષ્ટ્રીય Forbes મેગેઝીને તેમને દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ  (The World’s Most Powerful Women 2021)  માં સામેલ કર્યા છે.

Nirmala Sitharaman ભારતના સૌથી પાવરફૂલ મહિલા, Forbes એ દુનિયાની શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતના સૌથી પાવરફૂલ મહિલા બની ગયા છે. આંતરરાષ્ટ્રીય Forbes મેગેઝીને તેમને દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ  (The World’s Most Powerful Women 2021)  માં સામેલ કર્યા છે. આ યાદીમાં સીતારમણને 37મું સ્થાન મળ્યું છે. અત્રે જણાવવાનું કે Forbes એ નિર્મલા સીતારમણને સતત ત્રીજીવાર 'દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ કર્યા છે.

અમેરિકાના  Janet Yellen ને પાછળ છોડ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે યાદીમાં સારું સ્થાન મેળવતા અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન ( Janet Yellen)ને પાછળ છોડ્યા છે. Forbes એ દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાયકાના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયર (Falguni Nayar) ને પણ સામેલ કર્યા છે. આ યાદીમાં તેમને 88મું સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે ફાલ્ગુની નાયર શેર બજારમાં પોતાની કંપનીની ધમાકેદાર શરૂઆત બાદ હાલમાં જ ભારતના સાતમા મહિલા અબજપતિ બન્યા છે. 

HCL ના રોશની નાડરને પણ મળી જગ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાલ્ગુની નાયર ઉપરાંત Forbes એ પોતાની યાદીમાં ભારતની વધુ એક મહિલાને સામેલ કરી છે. HCL Technologies ના ચેરપર્સન રોશની નાડરને યાદીમાં 52મું સ્થાન મળ્યું છે. નાડર દેશની કોઈ આઈટી કંપનીને લીડ કરનારા પહેલા મહિલા અધિકારી છે. આ સાથે જ ફોર્બ્સની સૂચિમાં Biocon ના ફાઉન્ડર અને એક્ઝીક્યુટીવ ચેરપર્સન કિરણ મજૂમદાર શોને પણ જગ્યા અપાઈ છે. તેમને 72માં સ્થાને રાખવામાં આવ્યા છે. 

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી મહિલા
દુનિયાના 100 સૌથી શક્તિશાળી મહિલાઓની આ યાદીમાં મેકેન્ઝી સ્કોટ (MacKenzie Scott) ને પહેલું સ્થાન મળ્યું છે. સ્કોટ દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અમેઝોન ગ્રુપના માલિક જેફ બેજોસ (Jeff Bezos) ની પૂર્વ પત્ની છે. વર્ષ 2019માં બંનેના ડિવોર્સ થઈ ગયા હ તા. યાદીમાં બીજા નંબરે ભારતીય મૂળના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news