ગુજરાતના પ્રથમ ઓમિક્રોન દર્દીનો રિપોર્ટ શું કહે છે, શું કહેવુ છે ડોક્ટરનું, જાણો...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (gujarat corona update) નો પ્રથમ ઓમિક્રોન કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધ ઓમિક્રોન (Omicron) પોઝિટિવ આવ્યા હતા. જેના બાદ સમગ્ર ગુજરાતનું આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. તાત્કાલિક અસરથી પગલા લેવાનું શરૂ કરાયુ હતું. હાલ ઓમિક્રોનના દર્દી જામનગર (Jamnagar) ની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ આ દર્દીના ઓમિક્રોન વાયરસની શું સ્થિતિ છે તેના પર એક નજર કરીએ.
જામનગરનો આ કેસ ગુજરાતનો પ્રથમ ઓમિક્રોન કેસ છે. ઓમિક્રોન વાયરસ એ ડેલ્ટા કરતા પાંચ ગણો વધુ ઘાતક ગણાય છે. જીજી. હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.એસએસ ચેટરજીએ દર્દીમાંના વાયરસ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાનો મૂળ વાયરસ એટલે કે કોવિડ -19 ના ફિઝીક્લ સ્ટ્રકચરમાં બદલાવ આવ્યો છે. આ કારણોસર કોરોનાના નવા સ્વરૂપ સામે આવે છે. જેમાંનો એક ઓમિક્રોન છે. આ વેરિયન્ટ ઓમિક્રોનના એક સ્પાઈ પ્રોટીનમાં 30 જેટલા મ્યુટેશન છે. જેના કારણે તે વધુ ઝડપથી ફેલાઈ છે. સ્પાઈ પ્રોટીન જે પ્રોટીનના માધ્યમથી વાયરસ માણસના કોષમાં પ્રવેશે છે. જો કે, આ વાયરસ કેટલો ઘાતક છે તે અત્યારે કહી શકાય નહીં. પરંતુ લોકોએ તેનાથી ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.
બીજી તરફ જાણવા મળ્યુ હતુ કે, ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના ઘરમાં મહિલા ટ્યુશન ચલાવતી હતી. શહેરના વોર્ડ નંબર 12ના કોંગ્રસના કોર્પોરેટરે આ અંગે કમિશ્નર અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે ઘરમાં ટ્યુશને જતાં સાત બાળકોને શોધી કાઢ્યા હતા. સાથે જ તંત્ર દ્વારા આ બાળકોને સ્કૂલે ન મોકલવાની જાણ કરી હતી. જેથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહિ.
જામનગરના ઉદ્યોગપતિ પરિવારના 4 લોકો કોરોનાગ્રસ્ત
તો બીજી તરફ, જામનગરમાં કોરોના ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. લોહાણા અગ્રણી અને ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિત પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં જીતુભાઈ લાલ દ્વારા જયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહમાં વિદેશથી પણ લોકો આવતાં ઉદ્યોગપતિ પરિવાર કોરોના સંક્રમિત બન્યો છે. લગ્ન સમારંભમાં આવેલ તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા જીતુભાઇ લાલે અપીલ કરી છે. આ કારણે જીતુભાઈ લાલના મોટાભાઈ આશોકભાઈ લાલના બંને પુત્રોના આગામી લગ્ન સમારંભ મોકૂફ રખાયા છે.
આ પણ વાંચો : વિચારી નહિ શકો તેવો ગે હનીટ્રેપનો કિસ્સો, યુવક સાથે સંબંધ બાંધીને કરોડો રૂપિયાની ખંડણી માંગી
જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટ કેસ નોંધાતા મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગર શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં અંદાજે 100 જેટલી લારીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરર્યા હોય તેવા લોકોને દૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે