પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન શરીફ અને તેની પુત્રીની લાહોરથી ધરપકડ
કરપ્શનનાં કેસમાં દોષીત પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશન એરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોઇ પણ સમયે તેની ધરપકડ થઇ શકે છે. શરીફની સાથે તેની પુત્રી મરિયમની પણ ધરપકડ કરવામાં આવશે. મની લોન્ડ્રિંગના કેસમાં શરીફને 10 વર્ષ અને તેની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખતા પંજાબ પ્રાંતની ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Trending Photos
લાહોર : કરપ્શનનાં કેસમાં દોષીત પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશન એરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોઇ પણ સમયે તેની ધરપકડ થઇ શકે છે. શરીફની સાથે તેની પુત્રી મરિયમની પણ ધરપકડ કરવામાં આવશે. મની લોન્ડ્રિંગના કેસમાં શરીફને 10 વર્ષ અને તેની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખતા પંજાબ પ્રાંતની ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કોઇ પણ સ્થિતીને બગડતી અટકાવવા માટે શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના 300થી વધારે કાર્યકર્તાઓની અટકાયત કરી લેવાઇ છે. લાહોર માટે નિકળતા પહેલા શરીફે પોતાનાં સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, જે મારા આધિન છે જે મારા આધિન હતા, તે મે કરી દીધું છે. મને ખ્યાલ છે કે લાહોર પહોંચતા જ મને જેલખાના મોકલી દેવામાં આવશે, જો કે પાકિસ્તાન કોમને હું જણાવવા માંગુ છું કે આ બધુ જ હું તમારા માટી કરી રહ્યો છું. આ કુર્બાની તમારી નસ્લ માટે આપી રહી છું. જેથી મારો ભરપુર સાથ આપજો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર નવાઝના આવતા પહેલા જ પીએમએલએનના સમર્થકોએ નારેબાજી ચાલુ કરી દીધી હતી. જેથી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર નવાઝ અને મરિયમની ધરપકડ બાદ તેમને રાવલપિંડીની અદિયાલા જેલ ખાતે લઇ જવામાં આવશે.
ફોન સર્વિસ બંધ
પાકિસ્તાની મીડિયાના અનુસાર આ હાઇપ્રોફાઇલ ધરપકડને ધ્યાને રાખીને લાહોર પોલીસ તંત્રએ વિસ્તારને ફોન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. બીજી તરફ રેન્જર્સની ટીમ એરપોર્ટની આસપાસ ફરજંદ કરી દેવામાં આવી છે.
મોડી રાત્રે જ બંધ કરી દેવાયા હતા રસ્તાઓ
તંત્રએ આદેશ આપ્યા બાદ લાહોરની તમામ યાતાયાત પોલીસ દ્વારા હવાઇ મથક તરફ જનારા ત મામ રસ્તાઓ ગુરૂવારે રાતથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. લાહોર પોલીસે સમગ્ર શહેરમાં નવાઝ શરીફનાં નવાઝ શરીફના આવવાની ઉજવણી કરી રહેલી તેમની રાજનીતિક પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના કાર્યકર્તાઓને અટકાવી દીધા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે