બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાના પુત્રને ઉમરકેદ, અન્ય 19ને ફાંસીની સજા

બાંગ્લાદેશની એક કોર્ટે 2004ના ગ્રેનેડ હુમલા કેસમાં આજે 19 લોકોને મોતની સજા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સહિત 19 લોકોને ઉમરકેદની સજા સંભળાવી.

બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાના પુત્રને ઉમરકેદ, અન્ય 19ને ફાંસીની સજા

ઢાકા: બાંગ્લાદેશની એક કોર્ટે 2004ના ગ્રેનેડ હુમલા કેસમાં આજે 19 લોકોને મોતની સજા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સહિત 19 લોકોને ઉમરકેદની સજા સંભળાવી. આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતાં અને તે વખતની વિપક્ષી પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા શેખ હસીના સહિત લગભગ 500 લોકો ઘાયલ થયા હતાં. 

બાંગ્લાદેશના હાલના વડાપ્રધાન હસીનાને લક્ષ્ય બનાવતા આ હુમલો 21 ઓગસ્ટ 2004ની અવામી લીગની એક રેલી પર કરવામાં આવ્યો હતો. હસીના આ હુમલામાં બચી ગયા હતાં પરંતુ તેમની સાંભળવાની ક્ષમતાને થોડુંક નુકસાન થયું હતું. 

बांग्लादेश: पूर्व प्रधानमंत्री खालिदा जिया को मिली 4 महीने की जमानत

પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી લુત્ફોઝમાં બાબર તે 19 લોકોમાં સામેલ છે જેમને કોર્ટે સજાએ મોત સંભળાવી છે. લંડનમાં નિર્વાસનમાં રહેતા બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રહેમાન અને 18 અન્યને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે. 

बांग्लादेश: जेल में बंद पूर्व PM खालिदा की तबीयत बिगड़ी, अस्पताल में हुईं भर्ती

(ખાલિદા ઝિયા- ફાઈલ ફોટો)

તપાસમાં જાણવા મળ્યું કે રહેમાન સહિત બીએનપીનીત સરકારના પ્રભાવી જૂથે આતંકવાદી સંગઠન હરકતુલ જેહાદ અલ ઈસ્લામીના આતંકીઓ પાસે આ હુમલો કરાવવાની યોજના ઘડી હતી અને હુમલાને પ્રાયોજિત કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news