France ના પ્રધાનમંત્રી Jean Castex ને Ladies Underwear મોકલી રહ્યા છે દુકાનદાર, જાણો કેમ
કોરોના (Coronavirus) કહેર વચ્ચે ફ્રાન્સના (France) પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સ (Jean Castex) આજકાલ એક વિચિત્ર સમસ્યાને લઇને પરેશાન છે. તેમને દરરોજ મેઇલમાં લેડિઝ અન્ડરવેર (Ladies Underwear) મળી રહી છે
Trending Photos
પેરિસ: કોરોના (Coronavirus) કહેર વચ્ચે ફ્રાન્સના (France) પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સ (Jean Castex) આજકાલ એક વિચિત્ર સમસ્યાને લઇને પરેશાન છે. તેમને દરરોજ મેઇલમાં લેડિઝ અન્ડરવેર (Ladies Underwear) મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આ થઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી ઇચ્છે તો પણ કંઈ કરી શકતા નથી. પ્રધાનમંત્રી કાર્યાલયને (PMO) દરરોજ કોઇને કોઇ એક મેલ આવો મળે છે. જેમાં મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ હોય છે અને સાથે એક પત્ર પણ હોય છે.આ પત્રમાં પીએમને અપીલ કરવામાં આવી છે કે, જલદીથી બજાર શરૂ કરવાની અપીલ કરવામાં આવે છે.
ઘણા ભાગોમાં લગાવ્યું છે Lockdown
CNN ના અહેવાલ મુજબ, પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સને આ અન્ડરવેર લોન્ઝરી સ્ટોર માલિક (Lingerie Store Owners) મોકલી રહ્યા છે. જેમના આઉટલેટ્સને મહામારીને કારણે બંધ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના વધતા કેસને લઇ ફ્રાન્સના ઘણા ભાગોમાં કડક લોકડાઉન (Lockdown) લગવાવામાં આવ્યું છે. સરકારે ના માત્ર લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ જરૂરી સામાન છોડી તમામ દુકાનો સંપૂર્ણ રીતે બંધ રાખવા કહ્યું છે. આ વાતને લઇે લોન્ઝરી સ્ટોર માલીક પીએમથી નારાજ છે.
Viral થઈ રહી છે વિરોધની રીત
સોશિયલ મીડિયા પર વિરોધની આ વિચિત્ર રીત વાયરલ થઈ રહી છે. એવી તસવીરો શેર કરવામાં આવી રહી છે, જેમાં ફ્રાન્સના પીએમને લખેલા પત્રની સાથે લેડિઝ અન્ડરવેર જોવા મળી રહી છે. આ પત્રોમાં પ્રધાનમંત્રી કાસ્ટેક્સને દુકાનો અને આઉટલેસ્ટને જલદીથી જલદી ખોલવાની માંગ કરવામાં આવી છે. આ વિરોધનું નેતૃત્વ એખ્શન ક્યૂલોટી (Action Culottée) નામનું એક સંગઠન કરી રહ્યું છે.
— actionculottee (@actionculottee) April 20, 2021
200 Retailers એ લીધો ભાગ
લિયોનમાં સિલ્વેટ લોન્ઝરી સ્ટોરના માલિક નથાલી પારેડેસે જણાવ્યું કે, અમારા વિરોધ પ્રદર્શનમાં લોન્ઝરીના 200 રિટેલર્સે ભાગ લીધો છે. દરેકને વિરોધના રૂપમાં પીએમને લેડિઝ અન્ડવેર મોકલવા માટે કહ્યું છે. તેનો અર્થ છે કે, જીન કાસ્ટેક્સની ઓફિસમાં અત્યાર સુધીમાં કુલ 200 પેન્ટી મોકલવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક પેકેજ સાથે ક્યૂલોટીએ એક પત્ર પણ પ્રધાનમંત્રીને મોકલ્યો છે. જેમાં તેમને લોકડાઉન દૂર કરવાની માંગ કરી છે. જેથી લોકોને આર્થિક સંકટનો સામનો ના કરવો પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે