US સાંસદોએ પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- પૂરતા સંસાધન છતાં ભારતને મદદ કરવાની ના કેમ?
કોરોના (Corona Virus) સંકટમાં ભારતની મદદ કરવાની ના પાડનારા અમેરિકાને તેના જ નેતાઓએ બરાબર આડે હાથ લીધુ છે. આ નેતાઓનું કહેવું છે કે ભારતમાં કોરોનાના વધતા કેસને જોતા તેને રસી નિર્માણ માટે કાચો માલ તરત ઉપલબ્ધ કરાવવો જોઈએ.
Trending Photos
વોશિંગ્ટન: કોરોના (Corona Virus) સંકટમાં ભારતની મદદ કરવાની ના પાડનારા અમેરિકાને તેના જ નેતાઓએ બરાબર આડે હાથ લીધુ છે. આ નેતાઓનું કહેવું છે કે ભારતમાં કોરોનાના વધતા કેસને જોતા તેને રસી નિર્માણ માટે કાચો માલ તરત ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ અંગે જલદી નિર્ણય લેવાની પણ માગણી કરી છે. અત્રે જણાવવાનું કે એક મેથી ભારતમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ જશે. સરકાર વધુમાં વધુ લોકોને રસી આપવા માંગે છે. જેથી કરીને રસીકરણથી સંક્રમણની બેકાબૂ રફતારને કાબૂમાં લઈ શકાય. આ માટે રસીનું ઉત્પાદન વધારવું પડશે અને તે માટે મોટા પાયે કાચા માલની જરૂર પડશે.
Earth Day નો કર્યો ઉલ્લેખ
અમેરિકાના મેસાચુસેટ્સથી ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એડ માર્કેએ બાઈડેન પ્રશાસન પાસે ભારતને તરત મદદ કરવાની ભલામણ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. તેમણે પૃથ્વી દિવસ(Earth Day) નો ઉલ્લેખ કરતા કહ્યું કે પૃથ્વી દિવસ આપણા ગ્રહ જ નહીં પરંતુ તેના પર રહેતા તમામ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.
India is reporting the world’s highest ever single-day COVID case rise. Earth Day is about the health of the planet and everyone and everything on it. The U.S. has more than enough vaccine for every American, but we are denying countries like India desperately needed support. https://t.co/OnwwZCSTNN
— Ed Markey (@SenMarkey) April 22, 2021
Haley Stevens એ જતાવ્યું દુખ
ત્યારબાદ એડ માર્કે એક બાજુ પોતાની સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે અમેરિકા પાસે પૂરતા પ્રમાણમાં રસી છે, પરંતુ આમ છતાં આપણે ભારત જેવા દેશોનું સમર્થન કરવાની ના પાડી રહ્યા છીએ. સેનેટરે રાષ્ટ્રપતિને અપીલ કરતા કહ્યું કે આપણી પાસે મદદ માટે સંસાધન છે અને અન્ય લોકોને તેની જરૂરિયાત છે. આથી તેમની મદદ કરવી આપણી નૈતિક જવાબદારી બને છે. એ જ રીતે મિશિગનથી ડેમોક્રેટિક પાર્ટીના યુએસ કોંગ્રેસ પ્રતિનિધિ હેલી સ્ટીવન્સે પણ ટ્વીટ કરીને ભારતમાં વધતા કોરોના કેસ પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે ભારતમાં વિનાશકારી કોરોનાની લહેર દરમિયાન મારી સંવેદના ત્યાંના લોકો સાથે છે.
અમેરિકા હાથ ઉચા કર્યા
હેલી સ્ટીવન્સે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે. સ્ટીવન્સે લખ્યું છે કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરવા માંગુ છું કે બેકાબૂ થતા કોરોનાને નિયંત્રિત કરવા માટે જેટલું થઈ શકે તેટલી મદદ કરો. અહીં નોંધવા જેવી વાત એ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ઘણા સારા સંબંધ છે. ખાસ કરીને મોદી સરકારમાં આ બંને દેશો એકબીજાની નજીક આવ્યા છે. આમ છતાં અમેરિકાએ ભારતની મદદ કરવા મુદ્દે હાથ ઉચા કરી દીધા છે. જ્યારે ભારતની પરેશાની વધારનારા ચીને મદદની રજુઆત કરી છે. ચીન તરફથી કહેવાયું કે સંકટની ઘડીમાં તે ભારતને દરેક શક્ય મદદ કરવા માટે તૈયાર છે.
My thoughts are with the people of India during this devastating COVID-19 surge. pic.twitter.com/z709WFfD9z
— Rep. Haley Stevens (@RepHaleyStevens) April 22, 2021
શું કહ્યું હતું અમેરિકાએ?
કોરોના રસી માટે જરૂરી કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોક હટાવવાના સવાલ પર અમેરિકાએ કહ્યું હતું કે યુએસ ભારતની જરૂરિયાતોને સમજે છે પરંતુ હાલ અમારા હાથ બંધાયેલા છે. જ્યારે વ્હાઈટ હાઉસને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો પ્રેસ સેક્રેટરી જૈન પાસ્કીએ સીધો જવાબ ન આપતા બસ એટલું જ કહ્યું કે અમે ભારતની જરૂરિયાતો સમજીએ છીએ. આ બાજુ કોવિડ-19 રિસ્પોન્સ ટીમના વરિષ્ઠ સલાહકાર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડિસિઝના ડાઈરેક્ટર ડો એન્થની ફૌસીએ કહ્યું હતું કે હાલ અમારી પાસે ભારત માટે કશું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે