'સાંસદે કોફી માટે ઘરે બોલાવી અને બળજબરી કરવા લાગી Kiss, ભાગીને બચાવ્યો જીવ'

અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન (Hillary Clinton) ની સહયોગી રહી ચૂકેલી હુમા આબદીન (Huma Abedin) એ એક સનસનીખેજ આરોપ લગાવ્યો છે. હુમાએ કહ્યું કે એક સાંસદે પરવાનગી આપ્યા વિના 'કિસ' (Kiss) કરી હતી.

'સાંસદે કોફી માટે ઘરે બોલાવી અને બળજબરી કરવા લાગી Kiss, ભાગીને બચાવ્યો જીવ'

વોશિંગટન: અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન (Hillary Clinton) ની સહયોગી રહી ચૂકેલી હુમા આબદીન (Huma Abedin) એ એક સનસનીખેજ આરોપ લગાવ્યો છે. હુમાએ કહ્યું કે એક સાંસદે પરવાનગી આપ્યા વિના 'કિસ' (Kiss) કરી હતી. જોકે હુમા આબદીને એક પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે પોતાની સાથે થયેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જોકે તેમણે અમેરિકી સાંસદનું નામ જણાવ્યું નથી, પરંતુ કહ્યું કે આ ઘટના બાદ તે સહમત થઇ ગઇ છે. 

સાંસદના વ્યવહારથી લાગ્યો હતો ઝટકો
'ગાર્ડિયન' ના રિપોર્ટ અનુસાર આબદીને Both/And: A Life in Many Worlds નામથી એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે અમેરિકી સાંસદની હરકતો વિશે જણાવ્યું છે. સાંસદના વ્યવહારથી હુમાને આંચકો લાગ્યો હતો કારણ કે તે તેમની સાથે ફક્ત સહજ અનુભવી રહી હતી. ઘટના બાદ હુમા સાંસદના ઘરેથી નિકળી ગઇ હતી. આ ઘટના 2000 ના દાયકામાં થઇ હતી. જોકે હુમાએ સાંસદના નામનો ખુલાસો કર્યો નથી. 

Clinton ની ખૂબ નજીક હતી Huma
ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર રહી ચૂકેલી હિલેરી ક્લિંટન હુમા પર એટલો વિશ્વાસ કરતી હતી કે એવાર તેમણે હુમાને પોતાની બીજી પુત્રી પણ ગણાવી હતી. 45 વર્ષની હુમાએ એક ટીવી ઇન્ટરવ્યુંમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'ખૂબ આશ્વર્યની વાત છે કે સાંસદે મને કિસ કરી. હું તે સ્થિતિમાં ખૂબ અસહજ થઇ ગઇ. મને ખબર ન હતી કે આ ઘટના કેવી રીતે હેન્ડલ કરે છે.'

'પછી બધું ઠીક થઇ ગયું'
હિલેરી ક્લિંટનની સહયોગીએ કહ્યું કે 'મેં ઘટનાને દબાવી. તે પળ મને લાગ્યું કે હું યૌન હુમલાની એક પીડિતા બની ગઇ છું. જોકે ઘટના બાદ તે સાંસદે ખૂબ સમય સુધી માફી માંગી અને સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કર્યો કે હું ઠીક છું. પછી અમારી વચ્ચે સંબંધ ફરીથી ઠીક થઇ ગયા હતા'. હુમાએ પોતાના પુસ્તક Both/And: A Life in Many Worlds માં લખેલું છે કે ડિનર બાદ તે રાજનેતા સાથે બહાર નિકળી હતી અને પોતાના ઘરની સામે આવતાં સાંસદે કોફી માટે અંદર જવાની ઓફર કરી હતી. ઘટના બાદ તેમણે સાંસદને ધક્કો આપ્યો હતો અને ત્યાં ભાગી નિકળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news