39 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 150થી વધુ લોકો ફ્સાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
હોંગકોંગમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Centre) ની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગમાં 150થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: હોંગકોંગમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Centre) ની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગમાં 150થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આગના સમાચાર બુધવારે લગભગ 12 વાગ્યાની આસપાસ સામે આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે 60 વર્ષની એક મહિલા બેભાન થઈને જમીન પર પડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આગના કારણે 39 માળની બિલ્ડીંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ બિલ્ડિંગમાં ઓફિસ, મોલ, દુકાનો અને રેસ્ટોરન્ટ છે.
મોલના યુટિલિટી રૂમમાં લાગી હતી આગ
પોલીસ અને ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ 39 માળની બિલ્ડીંગમાં કેટલીક ઓફિસ, રેસ્ટોરન્ટ અને મોલ છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના મોલના યુટિલિટી રૂમમાં લાગી હતી. આ પછી આગ બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી.
બચાવકર્મીઓ કરી રહ્યા છે રેસ્ક્યૂ ઓપરેશન
અધિકારીઓએ જણાવ્યું કે રેસ્ક્યૂ વર્કર્સ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. બચાવકર્મીઓએ સીડી અને માસ્કનો ઉપયોગ કરીને બિલ્ડીંગ્નાઅ મોટાભાગના ભાગમાં આગ પર કાબૂ મેળવી લીધો છે.
પોતાને બચાવવા બિલ્ડીંગની છત પર ચઢી ગયા હતા લોકો
અધિકારીઓએ જણાવ્યું કે, લભગ 100થી વધુ લોકોને બિલ્ડીંગના ઉપરના માળેથી બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકે ધુમાડાથી બચવા માટે તેમના નાક અને મોંને કપડાથી ઢાંકી દીધા હતા. પોલીસે 39 માળના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની આસપાસના કેટલાક મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે. બ્રોડકાસ્ટર આરટીએચકેએ પોલીસના હવાલેથી જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી અને રસોડામાં ધુમાડો ભરાઇ ગયો તો લગભગ 100 લોકો રેસ્ટોરેન્ટમાંથી બિલ્ડીંગના 39મા માળે જતા રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે