પુષ્કળ દારૂ ઢીંચીને 101 કિલોની પત્ની પતિના મોઢા પર જ બેસી ગઈ, ગૂંગળાઈને મરી ગયો બિચારો પતિ
Trending Photos
નવી દિલ્હી: રશિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જ્યાં એક પતિના મોતનું કારણ તેની પત્ની બની ગઈ. બન્યું એવું કે વ્યક્તિની પત્નીનું વજન 101 કિલોગ્રામ હતું અને તે પતિ પર બેસી ગઈ. કહેવાય છે કે પત્નીએ ખુબ જ દારૂ ઢીંચ્યો હતો અને તે પતિને ચૂપ કરાવવા માંગતી હતી.
ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ આ મામલો રશિયાના એક શહેરનો છે. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને પહેલા થોડો વિવાદ થયો અને તે વિવાદ વધી ગયો. આ દરમિયાન પત્ની નશામાં હતી. પત્નીએ પતિને માફી માંગવાનું કહ્યું પરંતુ તેણે સોરી કહ્યું નહીં. પછી તો ગુસ્સે ભરાયેલી પત્ની પતિના મોઢા પર જઈને બેસી ગઈ.
રિપોર્ટ મુજબ પત્નીનું વજન 101 કિલોગ્રામ હતું. તે પતિ પર જઈ બેઠી અને પતિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. આ વાત પત્નીને ખબર પડી જ નહીં કે પતિ શ્વાસ લઈ શકતો નથી. જ્યાં સુધી પતિના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી પત્ની તેના પતિ પર બેઠેલી જ રહી.
દુ:ખની વાત એ છે કે આ ઘટના સમયે બંનેની પુત્રી ત્યાં હાજર હતી અને દોડીને એક પાડોશીને બોલાવીને લાવી. પરંતુ ત્યાં સુધીમાં તો પતિનું મોત થઈ ચૂક્યું હતું. થોડીવાર બાદ પત્નીને ખબર પડી કે તેના પતિનું ખરેખર મોત થઈ ગયું છે. પાડોશમાં વાત ફેલાતા જ તે મહિલાના ઘરે લોકોનો જમાવડો થવા લાગ્યો.
મહિલાએ કહ્યું કે તે પતિને મારવા માંગતી નહતી. તે ખુબ બોલતો હતો અને તે માત્ર તેને શાંત કરાવવા ઈચ્છતી હતી. તેનું મોઢું બંધ કરવા માટે તેના મોઢા પર જઈને બેસી ગઈ. જો કે પહેલા તો મહિલા સત્ય બતાવી રહી નહતી પરંતુ મેડિકલ રિપોર્ટથી આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.
રિપોર્ટમાં સ્થાનિક સૂચનાઓના આધારે જણાવવામાં આવ્યું છે કે મહિલા પર કેસ દાખલ થયો છે. કહેવાયું છે કે આ એક અજીબોગરીબ મામલો છે. કારણ કે મહિલા એવું કહે છે કે તેનો હેતુ પતિની હત્યા કરવાનો નહતો. હાલ જો કે આ મામલે તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે