UNGA એ રશિયાની UNHRC માંથી કરી હકાલપટ્ટી, ભારતે મતદાનમાં લીધો નહી ભાગ
યૂક્રેન પર રશિયાના હુમલાથી દુનિયાભરના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ યૂક્રેનના બુચામાં થયેલા નરસંહાર બાદથી રશિયાને આજે એટલે કે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પણ ભારત હાજર રહ્યું ન હતું આ પ્રસ્તાવ અમેરિકાએ મુક્યો હતો.
Trending Photos
Russia Ukraine War: યૂક્રેન પર રશિયાના હુમલાથી દુનિયાભરના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ યૂક્રેનના બુચામાં થયેલા નરસંહાર બાદથી રશિયાને આજે એટલે કે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પણ ભારત હાજર રહ્યું ન હતું આ પ્રસ્તાવ અમેરિકાએ મુક્યો હતો.
UN General Assembly suspends Russia from Human Rights Council
93 countries voted in favour of the draft resolution, 24 countries voted against it, 58 countries abstained pic.twitter.com/Glt34LrFOm
— ANI (@ANI) April 7, 2022
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદમાંથી રશિયાને દૂર કરવાનો નિર્ણય કરવાના નિર્ણય માટે મતદાન કરવામાં આવ્યું હતું. તેના માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ઇમરજન્સી વિશેષ સત્ર યોજાયું. ભારત યૂએનએચસીઆરમાંથી રશિયાને સસ્પેંડ કરવાના પ્રસ્તાવ પર મતદાનથી અળગું રહ્યું હતું. પ્રસ્તાવના પક્ષમાં 93 અને વિરોધમાં 24 વોટ પડ્યા. 58 એ વોટિંગ ભાગ લીધો નહી. ત્યારબાદ યૂએનજીએએ રશિયાને યૂએનએચઆરસીમાંથી સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરાયેલ માનવાધિકાર પરિષદમાંથી રશિયન ફેડરેશનને સસ્પેન્ડ કરવા અંગેના પ્રસ્તાવથી દૂર રહ્યું છે. અમે બગડતી પરિસ્થિતિ પર અમે ચિંતિત રહીએ છીએ અને તમામ દુશ્મનાવટને સમાપ્ત કરવાના અમરા આહવાનને પુનરાવર્તિત કરી છીએ. જ્યારે નિર્દોષ માનવ જીવન દાવ પર લાગેલું હોય, તો કૂટનીતિ જ એકમાત્ર વ્યવહાર્ય વિકલ્પના રૂપમાં પ્રબળ હોવું જોઇએ. બુચામાં નાગરિકોની હત્યાઓની તાજેતરમાં જ રિપોર્ટ ખૂબ પરેશાન કરનાર છે. અમે આ હત્યાઓની સ્પષ્ટ રૂપથી નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસના આહવાનનું સમર્થન કરીએ છીએ.
યૂક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે અમે એક અનોખી સ્થિતિમાં છીએ, જ્યારે કોઇ અન્ય સંપ્રભુ રાજ્યના ક્ષેત્રમાં UNHRC નો એક સભ્ય ભયાનક માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે અને દુર્વ્યવહાર કરે છે જે યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધ અપરાધો બરાબર છે. યૂએનએચઆરસીમાં રશિયન ફેડરેશનના સભ્યપદના અધિકારોનું સસ્પેન્શન એ વિકલ્પ નથી, પરંતુ ફરજ છે."
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ કહ્યું કે અમે આ પ્રસ્તાવને મતદાન માટે રાખવા માંગીએ છીએ અને અહીં ઉપસ્થિત તમામ લોકો પાસે ખરેખરમાં તમારા નિર્ણય પર વિચાર કરવા અને પશ્વિમી દેશો અને તેમના સહયોગીઓ દ્રારા માનવાધિકાર વાસ્તુકલાને નષ્ટ કરવાના પ્રયાસ વિરૂદ્ધ મતદાન કરવાનું આહવાન કરવા માંગીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઇમરજન્સી સત્રમા6 વોટિંગ પહેલાં યૂક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે 'અમે હવે એનોખી સ્થિતિમાં છીએ. જ્યારે કોઇ અન્ય સાર્વભૌમ રાજ્યોના પ્રદેશમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનો એક સભ્ય ભીષણ માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે અને હનન કરે છે, જે માનવતા વિરૂદ્ધ યુદ્ધ અપરાધો અને અપરાધો બરાબર છે. યૂક્રેનના પ્રતિનિધિએ કહ્યું રશિયન ફેડરેશનના સભ્યપદના અધિકારોનું સસ્પેન્શન એ વિકલ્પ નથી, પરંતુ ફરજ છે."
તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ કહ્યું કે અમે આ પ્રસ્તાવને વોટિંગ માટે રાખવા માંગીએ છીએ અને અહીં ઉપસ્થિત તમામ લોકો પાસે હકિકતમાં પોતાના નિર્ણય પર વિચાર કરવાની અને પશ્વિમી દેશો અને તેમના સહયોગીઓ તરફથી હાલની માનવાધિકાર વાસ્તુકલાને નષ્ટ કરવાન પ્રયત્ન વિરૂદ્ધ મતદાન કરવાનું આહવાન કરવા માંગીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે