આ દીકરી છે દુનિયાની Brightest Student, ભારતના આ રાજ્ય સાથે છે સંબંધ

Natasha Perianayagam : નતાશા મૂળ ભારતીય છે અને વિશ્વના 76 દેશોના લગભગ 15,000 વિદ્યાર્થીઓમાંથી નતાશાની પસંદગી કરવામાં આવી છે.

આ દીકરી છે દુનિયાની Brightest Student, ભારતના આ રાજ્ય સાથે છે સંબંધ

Natasha Perianayagam : એક ભારતીય દિકરીએ સતત બીજી વખત દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. અમેરિકાના જોન હોપકિંસ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ દ્વારા સતત બીજી વખત ભારતીય-અમેરિકન વિદ્યાર્થીની નતાશા પેરિયાનાયાગમને 'વિશ્વની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી'  જાહેર કરી છે. નતાશા મૂળ ભારતીય છે અને વિશ્વના 76 દેશોના લગભગ 15,000 વિદ્યાર્થીઓમાંથી નતાશાની પસંદગી કરવામાં આવી છે. તેના માટે એક પરીક્ષાનું આયોજન થાય છે. જેમાં મળેલા માર્ક્સના આધારે દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે.

13 વર્ષીય નતાશા પેરિયાનાયાગમ ન્યુ જર્સીમાં ફ્લોરેંસ એમ ગોડિનીયર મિડલ સ્કૂલની વિદ્યાર્થીની છે. નતાશાએ આ પહેલા વર્ષ 2021માં આ પરીક્ષા આપી હતી. ત્યારે તે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. વર્બલ અને ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ ટેસ્ટમાં નતાશાનું પ્રદર્શન ગ્રેડ આઠમાં 90 પર્સેન્ટાઇલ મેળવ્યા બરાબર હતું જેના કારણે નતાશાને વર્ષ 2021માં મેરિટ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 

મહત્વનું છે કે નતાશાનો સંબંધ ભારત સાથે ખાસ છે. કારણ કે નતાશા પેરિયાનાયાગમના માતા-પિતા મૂળ ચેન્નઈના છે. નતાશાને Google Doodles બનાવવા અને નવલકથાઓ વાંચવી ગમે છે. અભ્યાસ પછીના ખાલી સમયમાં તે આ કામ કરે છે. 

શું છે સીટીવાઈ ?
આ પરીક્ષા વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ લાવવા અને તેમની શૈક્ષણિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટેની ઉચ્ચ સ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. જેમાં ફરી એકવાર ભારતીય મૂળની વિદ્યાર્થી નતાશા દુનિયાની સૌથી તેજસ્વી વિદ્યાર્થી બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news