કેનેડા કેબિનેટમાં પ્રથમવાર હિન્દુ મહિલાની એન્ટ્રી, અનિતા આનંદને મળી જવાબદારી

કેનેડાના ઈતિહાસમાં આવું પ્રથમવાર છે જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિન્દુ મહિલાને જગ્યા મળી છે. પીએમ જસ્ટિન ટ્રૂડોએ જ્યારે ગુરૂવારે પોતાના 37 સભ્યોની કેબિનેટની પડદો ઉઠાવ્યો તો તેમાં ત્રણ શીખ સાંસદોના નામ પણ સામે આવ્યા હતા.

Updated By: Nov 21, 2019, 11:32 PM IST
કેનેડા કેબિનેટમાં પ્રથમવાર હિન્દુ મહિલાની એન્ટ્રી, અનિતા આનંદને મળી જવાબદારી

ઓટાવાઃ કેનેડાના ઈતિહાસમાં આવું પ્રથમવાર છે જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિન્દુ મહિલાને જગ્યા મળી છે. પીએમ જસ્ટિન ટ્રૂડોએ (pm trudeau) જ્યારે ગુરૂવારે પોતાના 37 સભ્યોની કેબિનેટનો (new cabinet ) પડદો ઉઠાવ્યો તો તેમાં ત્રણ શીખ સાંસદોના નામ પણ સામે આવ્યા હતા. તેમણે સાત નવા ચહેરાને સામેલ કર્યાં છે, જેમાં પૂર્વ કાયદા પ્રોફેસર અને સાંસદ ભારતવંશી અનિતા આનંદ પણ છે. 

ત્રણ અન્ય ભારતવંશી સાંસદોમાં નવદીપ બૈન્સ (42), બરદીશ ચગ્ગર (39) અને હરજીત સજ્જન (49) છે. 47 વર્ષી ટ્રૂડોએ બુધવારે ઓટાવાના રિડો હોલમાં શપથ લીધા હતા. અનિતા ઓકવિલે સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે 338 સભ્યોવાળા હાઉસ ઓફ કોમન્સ માટે પ્રથમવાર ઓક્ટોબરમાં ચૂંટાઇ આવી હતી. 

તેમને પબ્લિક સર્વિડ એન્ડ પ્રોક્યોરમેન્ટ વિભાગ મળ્યો છે. તેઓ આ સિવાય કમ્પ્યૂટર પે સિસ્ટમ ફીનિક્સની પણ જવાબદારી સંભાળશે. 

શ્રીલંકાઃ રાષ્ટ્રપતિ ગોટબાયાએ મોટા ભાઈ મહિન્દાને લેવડાવ્યા પીએમ પદના શપથ

તો સજ્જન કેનેડાની સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના પદ પર રહ્યાં છે અને નેશનલ ડિફેન્સ મિનિસ્ટરની જવાબદારી સંભાળશે, જ્યારે બૈન્સને ઇનોવેશ, સાઇન્સ અને ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી આપવામાં આવી છે. પાછલા કાર્યકાળમાં ગવર્મેન્ટ હાઉસ લીડર રહી ચુકેલી ચગ્ગરને યુવા મામલોની જવાબદારી સોંપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube