અમદાવાદ BRTS અકસ્માત: ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પોલીસે દબોચ્યો, 2 ભાઈઓએ ગુમાવ્યા જીવ

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા ખાતે બીઆરટીએસ દ્વારા થયેલા જીવલેણ અકસ્માતના કેસમાં બીઆરટીએસના ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં આજે બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.

અમદાવાદ BRTS અકસ્માત: ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પોલીસે દબોચ્યો, 2 ભાઈઓએ ગુમાવ્યા જીવ

જાવેદ સૈયદ, અમદાવાદ: અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા ખાતે બીઆરટીએસ દ્વારા થયેલા જીવલેણ અકસ્માતના કેસમાં બીઆરટીએસના ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં આજે બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.

બંને સગા ભાઈ ઓફિસ જવા નીકળ્યા હતા
બાઈક નંબર GJ 32 H 8644 પર જયેશ હીરાભાઈ રામ (ઉંમર 24 વર્ષ) અને નયન હીરાભાઈ રામ (ઉંમર વર્ષ 26) નામના બે યુવકો ઓફિસ જઈ રહ્યા હતા. બાઈકચાલક યુવકોનો પરિવાર વેરાવળના વતની હતા, તેઓ હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા છે. ત્યારે બીઆરટીએસની ટક્કરે નોકરી જવા નીકળેલા બે સગા ભાઈઓનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક જયેશભાઈના પત્ની દાણીલીમડામાં પીએસઆઈ છે. 

જુઓ LIVE TV

બીઆરટીએસનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો
બંને ભાઈઓ પોતાની બાઈક  પરથી પાંજરાપોળ વિસ્તારમાંથી થઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસના ડ્રાઈવરે બ્રેક મારવાની તસ્દી લીધી ન હતી. જેથી બંને ભાઈઓ બસની નીચે કચડાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસની સ્પીડ 70થી વધુની હતી, તેમજ સિગ્નલ બંધ હોવા છતાં બસના ડ્રાઈવરે ગાડી હંકારી હતી. તો બીજી તરફ, સ્થાનિક લોકોએ અકસ્માત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો, લોકોએ બસની તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. તો બીજી તરફ, બંને યુવકોના પરિવારે સ્થાનિક સ્થળ પર આવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ગુસ્સામાં લોકોએ બીઆરટીએસ બસ પર પથ્થરમારો પણ કર્યો હતો. તો ઘટના બાદ પોલીસે કહ્યું હતું કે, સીસીટીવી ચેક કર્યા બાદ અમે તપાસ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news